માનવતાના તાણાવાણા

  • 2.9k
  • 2
  • 594

*** માનવતાના તાણાવાણા ***સિરિયાના ગૃહ યુધ્ધના અસરગ્રસ્તોને શરણાર્થી તરીકે પોતાના દેશમાં માનવતાના ધોરણે આશ્રય આપવા અને તેમને વસાવવા કેનેડા સરકારની જાહેરાત પછી સિરિયાથી આવતા શરણાર્થીઓને આવકારવા અલબર્ટાના ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે કેનેડાના પ્રધાનમંત્રી, કેનેડાના વિદેશ મંત્રી, અન્ય ગણમાન્ય રાજકીય નેતાઓ, યુનાઈટેડ નેશન્સ હાઈકમિશ્નર ઓફ રેફયુજીસ (UNHCR) કેનેડાના સભ્યો તેમજ વિવિધ એન.જી.ઓ., ખાનગી અને સરકારી સ્પોન્સર્સના સભ્યો હાજર હતા. વિમાન લેન્ડ થયા બાદ યાત્રીઓ ઈમીગ્રેશનની વિધિ પતાવી વિમાનમથકમાં ઉભા કરાયેલ વિશેષ સમિયાણામાં પહોચ્યા ત્યારે સૌએ બધાનું ઉમળકાભેર સ્વાગત કર્યું. આ વિમાનમાં મુખત્વે સ્ત્રીઓ અને બાળકો મળી કુલ ૨૫૫ શરણાર્થીઓ હતા. હવાઈ હુમલાઓમાં ઘાયલ થયેલા લોકોના પાટાપીંડી વાળા શરીરો જોઈ તેમના તરફ અનુકંપા