એક સરકારી ડૉક્ટર ના અનુભવો - 2

  • 3.8k
  • 1.4k

#Dahoddiarirs 6સરકારી નોકરી એટલે મોજ મજા ને આરામ એવું જેને લાગતું હોય એણે એક વાર ત્યાં કામ કરીને પછી કહેવું જોઈએ.. અલબત્ત અપવાદ બધે હોય જ છે. ખેર,દાહોદમાં,રાધર આખા ગુજરાત માં ડિલિવરી સરકારી સંસ્થાઓ માં થાય એ માટે સરકાર ખૂબ પ્રયત્નશીલ છે અને એ પણ અંતરિયાળ આદિવાસી વિસ્તારો માં તો ખાસ.લોક જાગૃતિ માટે ના કૅમ્પઇન્સ, આર્થિક લાભ માટે જનની સુરક્ષા અને કસ્તુરબા પોષણ સહાય જેવી યોજનાઓ, phc ના ડૉક્ટર અને સ્ટાફ પર સતત મોનીટરીંગ,મોટિવેશન અને (ક્યારેક ટોર્ચરિંગ? ) દ્વારા ઇન્સ્ટિટ્યૂશનલ ડિલિવરી ને વધારવા પ્રયત્નો થઈ રહ્યા છે..ટૂંક માં સામ, દામ, દંડ અને ભેદ માંથી જે પાણી એ મગ ચડે