સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-34

(96)
  • 6.6k
  • 7
  • 3k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-34 મોહીતે સ્પષ્ટ શબ્દોમાં મલ્લિકાને ચેતવણી આપી દીધી હતી કે તારે અહીં બધાની સામે જ જવાબ આપવો પડશે કોઇ ત્રાગા કે નાટક નહીં ચાલે. મલ્લિકા કંઇ જવાબ આપે એ પહેલાં બધાંનાં મનમાં વિચારો આવી ગયાં કે હવે શું થશે ? મલ્લિકાએ બધાની સામે પછી સોનીયાને સામે તિરસ્કારથી નજર નાંખી અને પછી બોલી" મોહીત પહેલાં એક સ્પષ્ટ કરી દઊ... અને પછી એણે વચ્ચે સમય લીધો મોંન થઇ ગઇ. પછી બોલી "મારી માં એ ફોનમાં જે કંઇ કીધું એમાં કંઇ ખોટુ નથી કીધુ હું પ્રેગનન્ટ છું અને એ દરેક માં ને ચિંતા હોય કે એની દિકરીની તબીયત કેમ છે