પેન્ટાગોન - ૨૦

(82)
  • 5.5k
  • 8
  • 1.9k

કબીર ઉર્ફે કુમાર દિવાન સાથે ગાડીમાં બેસી ગયો હતો. એણે વિચારેલું કે રાત્રે એ પાછો ફરે પછી હંમેશા માટે ચંદ્રાને સાથે લઈને ભાગી જશે. હવે તો એની પાસે ગાડી હતી. મહારાજાએ જ આગ્રહ કરીને એમના દરેક માણસને ગાડી ચલાવતો કરેલો જેથી એમના કામ ક્યારેય અટકે નહીં, આજે એ હુનર કુમારને આશીર્વાદ સમાન લાગી રહ્યો હતો. કુમાર એના પરિવાર સાથે નાનો હતો ત્યારથી આ મહેલમાં રહેતો હતો. પહેલા એના પિતા અને એમના ગયા પછી કુમાર મહેલના ઘોડાઓની સંભાળ રાખતો હતો. મહારાજને જાતવાન ઘોડાઓ પ્રત્યે ખાસ્સો લગાવ હતો. પોતાના શોખ ખાતર જ એમણે જૂના જમાનામાં અંગ્રેજો વાપરતા એવી ઘોડાગાડી તૈયાર કરાવી હતી