સોશિયલ મીડિયા

  • 2.7k
  • 943

સોશિયલ મીડિયા " બધો વાંક તારો જ છે... તારા પપ્પાને ક્યારેય આ બધું પસંદ નહોતું છતાંય તારી ખુશી માટે તારા પપ્પા સાથે લડીને તને આ ફેસબુક ને ઇન્સ્ટા વાપરવાની છૂટ અપાવેલી... હવે ... હવે.. આ તારા આવા ફોટા તારા પપ્પા જોશે ત્યારે તારી ને મારી શી વલે કરશે એ તો હવે એજ જાણે... છોકરી તે તો જતી જિંદગીએ મારુ જીવતર ધૂળ કરી નાખ્યું... " " મમ્મી ... મમ્મી તું શું બોલે છે.. ?? તને મારા પર વિશ્વાસ નથી... ??.. હા.. મમ્મી મારા કોલેજના મિત્રો આવી એપ્સ વાપરે છે તેથી એ લોકો સાથે મને પણ રહેવું ગમે છે ને