લવ બ્લડ - પ્રકરણ-25

(83)
  • 4.6k
  • 8
  • 2.3k

લવ બ્લડપ્રકરણ-25 સુધાંશુની સાયકલની ચેઇન ઉતરી સાથે સાથે યાદોની ગતિ ઉતરી - સ્થિર થઇ ગઇ. એણે ચેઇન ચઢાવી અને વાસ્તવિકતામાં આવ્યો પોતાની યાદોને ખંખેરી અને કચેરી તરફ આગળ વધ્યો. કચેરીનાં કમ્પાઉન્ડમાં સાયકલ મૂકીને એ અંદર ગયો. એજ આકશવાણી ભવન, એજ એનો રૂમ એની બાજુનાં રૂમમાં હવે નવા માણસો છે પણ એ રૂમમાં જૂની યાદો છે એ પોતાનાં ટેબલ પર આવીને બેઠો.. આજે કામ શું કરુ ? ઘણાં સમયથી કચેરી આવતો જે કંઇ કામ હોય એ રસવિહીન થઇ કરી લેતો. એની કવિતાઓમાં એ ઉઠાવ નહોતો નહોતો કોઇ ભાવ.. કેટલાય સમય સુધી દુઃખ અને વિરહનાં આર્ટીકલ, પુસ્તકો, વાર્તાઓ લખતો રહેતો. ઉધધોષક તરીકે