જોકર – સ્ટૉરી એક લુઝરની – 40

(67)
  • 5.4k
  • 6
  • 2.1k

જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 40 લેખક – મેર મેહુલ જુવાનસિંહ સુરુની ઓરડીમાં થઈને બાજુનાં આલીશાન રૂમમાં પ્રવેશ્યો હતો.તેણે એક વર્ષ પહેલાં જે વ્યક્તિઓને એક કેસમાં કસ્ટડીમાં લીધાં હતાં એ જ લોકો અત્યારે તેની સમક્ષ ઉભા હતા.તેણે એક વ્યક્તિને બેડ પર ભુરી ચાદર ઓઢીને સૂતેલો જોયો. જુવાનસિંહે એ ચાદર હટાવી ત્યારે તેનાં હોશ જ ઉડી ગયાં. “ઓહ..માય..ગોડ…”જૈનીતનો ચહેરો જોઈ જુવાનસિંહથી બોલાય ગયું.જુવાનસિંહે પુરી ચાદર હટાવી ત્યારે તેને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો.જૈનીતનું ગરદનથી લઈને કમર સુધીનું શરીર કોટનના પાટામાં લપેટાયેલું હતું.જૈનીતના ચહેરા પર પણ નાના-મોટાં ઘાવ હતા.જેના પર લોહી જામી જવાને કારણે તેનો ચહેરો વધુ બેડોળ લાગતો