OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • ગુજરાતી
    • हिंदी
    • मराठी
    • বাংলা
    • മലയാളം
    • తెలుగు
    • தமிழ்
  • Quotes
      • Trending Quotes
      • Short Videos
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Now
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Jokar by Mehul Mer | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. જૉકર - Novels
જૉકર by Mehul Mer in Gujarati
Novels

જૉકર - Novels

by Mehul Mer Matrubharti Verified in Gujarati Classic Stories

(5.3k)
  • 121.2k

  • 281.4k

  • 268

જૉકર-1“ગૂડ મોર્નિંગ અંકલ”ક્રિશાએ આળસ મરડી આંખો ખોલી.“વેરી ગૂડ મોર્નિંગ ક્રિશુ,ચલ જલ્દી ઉઠી જા હું વેઇટ કરું છું”હસમુખભાઈએ ક્રિશાના માથે વહાલથી હાથ ફેરવી કહ્યું.“ઑકે અંકલ પાંચ મિનિટમાં આવી”કહેતાં ક્રિશાના કોમળ ગાલો ખેંચાયા.હસમુખભાઈએ કાનમાં હેડફોન લગાવ્યા અને ડોલતા ડોલતા બહાર નીકળી ...Read Moreબેડ પર બેઠી થઈ.નીચે ઝૂકી તેણે ધરતીને નમન કર્યું પછી વોશ રૂમમાં ચાલી ગઈ. ક્રિશા નવનિતભાઈ પટેલની એકની એક દીકરી હતી.ક્રિશા દસ વર્ષની હતી ત્યારે નવનિતભાઈ અને તેના પત્ની મિતલબેન સાથે હસમુખભાઈના પત્ની સોનલબેનનું કાર એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હતું.ભાઈ-ભાભી અને પત્નીના અવસાન પછી ક્રિશાની બધી જ જવાબદારી હસમુખભાઈએ

Read Full Story
Download on Mobile

જૉકર - Novels

જૉકર - 1
જૉકર-1“ગૂડ મોર્નિંગ અંકલ”ક્રિશાએ આળસ મરડી આંખો ખોલી.“વેરી ગૂડ મોર્નિંગ ક્રિશુ,ચલ જલ્દી ઉઠી જા હું વેઇટ કરું છું”હસમુખભાઈએ ક્રિશાના માથે વહાલથી હાથ ફેરવી કહ્યું.“ઑકે અંકલ પાંચ મિનિટમાં આવી”કહેતાં ક્રિશાના કોમળ ગાલો ખેંચાયા.હસમુખભાઈએ કાનમાં હેડફોન લગાવ્યા અને ડોલતા ડોલતા બહાર નીકળી ...Read Moreબેડ પર બેઠી થઈ.નીચે ઝૂકી તેણે ધરતીને નમન કર્યું પછી વોશ રૂમમાં ચાલી ગઈ. ક્રિશા નવનિતભાઈ પટેલની એકની એક દીકરી હતી.ક્રિશા દસ વર્ષની હતી ત્યારે નવનિતભાઈ અને તેના પત્ની મિતલબેન સાથે હસમુખભાઈના પત્ની સોનલબેનનું કાર એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હતું.ભાઈ-ભાભી અને પત્નીના અવસાન પછી ક્રિશાની બધી જ જવાબદારી હસમુખભાઈએ
  • Read Free
જૉકર - 2
જૉકર-2 આરાધના સાથે બ્રેકઅપ થયા પછી બકુલ જૈનીત સાથે ડુમ્મસના કિનારે બેસી દારૂ પી રહ્યો હતો.બકુલે પોતાની આપવીતી સંભળાવી.જૈનિત છોકરીઓની જાતને નફરત કરતો.તેણે આરાધનાને ગાળો આપી.બંને માંથી કોઈપણ જાણતું નોહતું કે આરાધના બધી વાતો ...Read Moreછે. ગુસ્સામાં આરાધનાએ કહ્યું,“ચુતિયા છોકરાં નહિ છોકરી હોય છે,જે તમારી મીઠી મીઠી વાતોને પ્રેમ સમજી બેસે છે પણ અમને ક્યાં ખબર હોય છે તમે સાલાઓ હવસના જ ભૂખ્યા હોવ છો”“આરધાના મારી વાત સાંભળ પ્લીઝ”બકુલે પાછળ ફરી કહ્યું.આરાધના કંઈ ના બોલી.બકુલને આંખો દેખાડી અને તમાચો ચૉડી દીધો.“હું તારી પાસે માફી માંગવા આવી હતી, આપણી વચ્ચે જે મિસઅંડરસ્ટેન્ડિંગ થઈ હતી એ દૂર કરવા
  • Read Free
જૉકર - 3
જૉકર-3જૉની અને હબુ જૂની ફિયાટમાં કોઈની રાહ જોઇને બેઠા હતા.ખાસ્સો સમય થઈ ગયો પણ એ વ્યક્તિની કાર ન આવવાથી જૉનીએ કંટાળીને ફિયાટને સ્ટાર્ટ કરી.એટલામાં ફિયાટના સાઈડ મિરર પર કોઈની કારનો પ્રકાશ પડ્યો. ...Read Moreજૉનીએ ફિયાટ બંધ કરી દીધી અને કારને બાજુમાંથી પસાર થવા દીધી.જૉનીએ બાજુમાંથી પસાર થતી કારને જોઈ.સફેદ સ્વીફ્ટ ડિઝાઇરની પાછળ ‘GJ 5 MB 9988’ લખેલો નંબર તેણે જોયો એટલે તેને ખાતરી થઈ ગઈ કે આ એ જ કાર છે જેની તેઓ રાહ જોઇને બેઠાં હતાં.સ્વીફ્ટ ચાલીસ-પચાસની સ્પીડે જતી હતી.જૉનીએ ફિયાટ શરૂ,હેડલાઈટ બંધ જ રાખી એ સ્વીફ્ટનું પાછળ ભગાવી મૂકી.
  • Read Free
જૉકર - 4
જૉકર-4રાતનો એક થયો હતો.મોડી રાત્રે જૈનીત નશામાં ધૂત બંગલે આવ્યો.તેના બંને પગ જુદી જુદી દિશામાં પડતાં હતા.ગાડી નીચેના પાર્કિંગમાં પાર્ક કરી જૈનીત બંગલામાં પ્રવેશ્યો.ફ્રીજમાંથી પાણીની બોટલ લઈ જીમમાં આવી ગયો.ફરી બ્લુટૂથ કનેક્ટ કરી ગાના એપ ઓપન કર્યું.હાથમાં પોતાની ડાયરી ...Read Moreજૈનીત સોફા ખુરશી પર બેઠો.ફરી ઘીમાં અવાજે જીમમાં સંગીત રેળાયું,कहता है जोकर सारा ज़मानाआधी हक़ीकत आधा फ़सानाचश्मा उतारो फिर यारों देखोदुनिया नयी है चेहरा पुरानाकहता है जोकर सारा ज़माना … હંમેશાની જેમ આ સોંગ પણ પોતાનાં માટે જ બન્યું હોય એવી રીતે જૈનીત ગૂનગુનાવતો હતો.તેના ચહેરા પર અજીબ સ્માઈલ હતી.આખીમાં આંસુ હતા.જૈનીતે ડાયરી ખોલી પહેલાં પૅજ પર લખેલું
  • Read Free
જૉકર - 5
જૉકર-5 ક્રિશા ‘The Jokar’ બંગલા સામે ઉભી હતી.સાંજના છ થયાં હતાં.“હું મારા કામથી આવી છું મિતલ”ક્રિશાએ કંટાળાની કૉલમાં કહ્યું.“કાલે શું બન્યું હતું યાદ છે ને? મને તારી ચિંતા થાય છે”મિતલે કૉલમાં કહ્યું.“મારી ચિંતા ન કર મારી ...Read Moreમેં સેફટી માટે બધી વસ્તુ સાથે રાખી છે.”“મરચું લીધું કે ભૂલી ગઈ?”“મરચું પણ છે અને નાની ચાકુ પણ છે.હવે જો કોઈ આવશે તો બિચારાના રામ રમી જવાના છે.મરચું નાખીને પર્સનલ પાર્ટ એવી લાત મારીશને કે તેની નાની યાદ આવી જવાની છે”“હા જાસીની રાણી મને ખબર છે તું કંઈ નથી કરી શકતી.”મિતલે હસીને કહ્યું.“હવે રાખું ફોન?મારે અંદર જવું છે”ક્રિશાએ ફરી કંટાળીને કહ્યું.“પ્રોબ્લેમ જેવું
  • Read Free
જોકર - સ્ટૉરી એક લુઝરની - 6
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ-6લેખક- મેર મેહુલ લાંબા અરસા બાદ જ્યારે આ સ્ટૉરી આગળ વધે છે ત્યારે પહેલાં તો વાંચક મિત્રો પાસે માફી માંગુ છું.આ સ્ટૉરી આગળ ધપાવવા સૌના મૅસેજ આવતાં પણ સમયના અભાવે થોડાં ...Read Moreલખવાનું અટકાવી દીધું હતું.હવે જ્યારે સમય મળ્યો છે ત્યારે એ સમય તમારી સાથે વહેંચાવનું વિચારી નવી શરૂઆત કરું છું.સહકાર આપવા વિનંતી. જોકર કોણ છે એ ક્રિશાને ખબર પડી ગઈ એવું તેણે મેસેજમાં જણાવ્યું એટલે જૈનીતની હાલત ખરાબ થઈ ગઈ હતી.છેલ્લાં કેટલાક વર્ષોથી છુપાવેલો ચહેરો અચાનક સામે આવી જશે એ ડરથી જૈનીતે ક્રિશાને બ્લૉક કરવાનું વિચારી લીધું.જૈનીત હજી ક્રિશાને બ્લૉક કરવા જતો હતો
  • Read Free
જોકર - સ્ટૉરી એક લુઝરની - 7
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ- 7લેખક- મેર મેહુલ જૈનીત સાથે વાત કરી ક્રિશા સુવાની તૈયારી કરતી હતી એટલામાં જ તેને યાદ આવ્યું કે મિતલે તેને પેલા છોકરાનો ફોટો મોકલ્યો છે.ક્રિશાએ વોટ્સએપ ખોલીને ફોટો ડાઉનલોડ ...Read More ફોટો જોઈને તેના હોશ જ ઉડી ગયા.તેનું મગજ એક મિનિટ માટે ચક્કર ખાઇ ગયું.જે છોકરા સાથે થોડીવાર પહેલાં વાત કરતી હતી,જેના સ્વભાવના તેણે ભારોભાર વખાણ કર્યા હતા…અરે જે છોકરાના મોઢે તેણે પોતાનાં પણ વખાણ સાંભળ્યા હતા..એ છોકરો છોકરીઓને ધિક્કારે છે? ક્રિશા આમ-તેમ રૂમમાં આંટા મારતી રહી.થોડીવાર બેડમાં આડી પડે તો થોડીવાર બાલ્કનીમાં જઈને આકાશમાં ટમટમતા તારાઓ પર ઝીણી નજર કરી,પછી
  • Read Free
જોકર - સ્ટૉરી એક લુઝરની - 8
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ- 8લેખક - મેર મેહુલ રેંગાએ એક્સીલેટર પર પૂરું જોર આપ્યું હતું.રાત્રીનો સમય હતો એટલે ફિયાટ સુરત તરફ પુરવેગે દોડતી હતી.ફિયાટ સાથે રેંગાના વિચારો પણ એટલી જ ઝડપે દોડતાં ...Read Moreશું કરવું એની તેને સમજ નહોતી પડતી.વિચારને વિચારમાં ક્યારે વેલંજા પસાર થઈ ગયું તેની રેંગા ભાન ના રહી. આગળ જતાં તેણે અચાનક બ્રેક મારી.તેની સામે જે કાર ખડી હતી એ જાણીતી હતી.અત્યારે એ કાર ત્યાં કેમ ઉભી છે એ વિચારીને તેણે અચરજ થતું હતું. બન્યું એવું હતું કે ક્રિશાએ જ્યારે જૈનીતના બંગલા પાસે કાર થોભાવી હતી ત્યારે જ રેંગો ફિયાટ લઈને
  • Read Free
જોકર - સ્ટૉરી એક લુઝરની - 9
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ - 9લેખક - મેર મેહુલ સવારના નવ થયા હતા.ક્રિશાએ અત્યારે પણ જૈનીતને ઘણા કૉલ કર્યા હતા.જૈનીતે એક પણ કૉલ રિસીવ નહોતો કર્યો એટલે ક્રિશા ધૂંધવાઈ હતી.“ક્રિશુ,ચાલ આપણે નીકળીએ છીએ” ...Read Moreઅવાજ આપ્યો એટલે ક્રિશા બહાર આવી.ક્રિશાને જોઈને હસમુખભાઈ હસી પડ્યા.“આજે કેમ સવાર સવારમાં નાક પર ગુસ્સો છે?”હસમુખભાઈએ હસતાં હસતાં પૂછ્યું.“તમારે જાણવું જરૂરી નથી હસમુખભાઈ,તમે ગાડી ચલાવો”ક્રિશાએ પણ પોતાનો ગુસ્સો સાઈડમાં રાખીને તેના અંકલ સાથે મજાકિયા અંદાજમાં વાત કરી.હસમુખભાઈએ મોઢું બગાડ્યું.“તો આજે કંઈ બાજુ જશો તમે?”સ્વીફ્ટમાં ડ્રાઇવર સીટ પર બેસતાં હસમુખભાઈએ પૂછ્યું.“જોકર બંગલે પે લે લો ડ્રાઈવર”“જો હુકમ મેડમ સાહેબા”હસમુખભાઈએ હસીને કહ્યું.“એ છોકરો કોણ
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 10
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ - 10લેખક - મેર મેહુલ“જુવાનસિંહ હું મેસેજ કરુ એ એડ્રેસ પર આવી જાઓ” ઇન્સ્પેકટર જુવાનસિંહ જાડેજાને હમણાં જ એક કૉલ આવ્યો હતો.કતારગામ પોલીસ ચોકીમાં એકમાત્ર કહી શકાય તેવો ઈમાનદાર અને ફરજપસ્ત જુવાનસિંહ કોઈપણ જાતનો ...Read Moreકર્યા વિના રાતના બે વાગ્યે નીકળી પડ્યો હતો. બે મહિના પહેલાં તેને ઉપરી અધિકારી તરફથી ઓર્ડર મળ્યા હતા.તેના એરિયામાં જોકરના વેશમાં એક વ્યક્તિએ લોકોમાં દહેશત ફેલાવી હતી.આ કેસ જુવાનસિંહના હાથમાં સોંપવામાં આવ્યો હતો એટલે પૂરુ ચિંતામુક્ત થઈ ગયું હતું કારણ કે જુવાનસિંહના હાથમાં જે કેસ આવતો તેનો ફેંસલો અગાઉથી જ થઈ જતો.પોતાની સાત વર્ષની કારકિર્દીમાં એક પણ એવો કેસ
  • Read Free
જોકર - સ્ટૉરી એક લુઝરની - 11
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ-11લેખક – મેર મેહુલ રેંગાએ હસમુખભાઈની ગાડી સમજી ક્રિશાનો પીછો કર્યો હતો.તેના જ એરિયામાં જ્યારે તેણે એ વ્યક્તિને જોયો જેને એ શોધી રહ્યો હતો ત્યારે તેણે એનાં પર ગોળી છોડી હતી.બદનસિબે એ બચી ગયો ...Read Moreએક ઘરમાં ઘુસી ગયો.રેંગો પણ તેની પાછળ એ ઘરમાં ઘુસ્યો હતો. રેંગો જે ઘરમાં પ્રવેશ્યો હતો એ ઘર સુરુનું હતું.તેણે અનેકવાર અહીં પોતાની રાતો રંગીન બનાવી હતી.હદથી વધારે એ પરેશાન થતો ત્યારે સુરું સાથે બધી વાતો શેર કરીને મનને હળવું કરી લેતો.આમ પણ ત્રીસ વર્ષ વટાવી ચૂકેલા કુંવારા રેંગા માટે પ્રિયતમા કહો,પત્ની કહો કે ગણિકા કહો એ માત્ર
  • Read Free
જોકર - સ્ટૉરી એક લુઝરની - 12
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 12લેખક – મેર મેહુલ જૈનીતના ઘરેથી નીકળી ક્રિશા પોતાના ઘરે આવી.હસમુખભાઈ ત્યારે ઑફિસે જવા બહાર નીકળ્યાં હતા.“સવાર સવારમાં સવારી ક્યાં નીકળી ગઈ હતી?,બે દિવસથી વૉક માટે પણ ...Read Moreઆવી!!”હસમુખભાઈએ પૂછ્યું.“અંકલ,તમારે આઠથી સાતનું કામ હોતું હશે,મારે તો જાગે ત્યારે માંગે એવું છે”ક્રિશાએ દરવાજામાં પ્રવેશતાં કહ્યું.“સારું હું નીકળું છું,નાસ્તો તૈયાર છે.ફ્રેશ થઈને નાસ્તો કરી લેજે”હસમુખભાઈએ વધુ કંઈ પૂછપરછ ન કરતાં ક્રિશાના માથાં પર હાથ રાખી કહ્યું, “જય શ્રી કૃષ્ણ”“જય શ્રી કૃષ્ણ અંકલ”ક્રિશાએ પણ તેના અંકલને હગ કરતાં કહ્યું.“તું આજે વધુ ખુશ લાગે છે, આવી જ રહેજે”કહેતાં હસમુખભાઈ ઑફિસ જવા નીકળી ગયા. ક્રિશા રૂમમાં આવી,જીન્સ
  • Read Free
જોકર - સ્ટૉરી એક લુઝરની - 13
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ-13લેખક – મેર મેહુલ થોડી ક્ષણો પછી ક્રિશા જૈનીતથી દૂર થતાં સંકોચ સાથે બોલી, “સૉરી મને આવી પરિસ્થિતિમાં શું કરવું એ સમજાતું નહોતું.હું લાગણીમાં વહી ગઈ”“એનું નામ નિધિ હતું”જૈનીતે સ્વસ્થ અવાજે ...Read Moreજ્યારે પણ તેનું નામ સાંભળું છું,ખુદ પરથી કાબુ ગુમાવી બેસું છું”“એટલે જ હું જ્યારે એનું નામ બોલી એટલે તું ફસ્ટ્રેટ થઈ ગયો, ઓહહ..જૈનીત આટલી બધી નફરત કરે છે તું એને?”ક્રિશાએ ભાવુક થતાં પૂછ્યું.“પ્રેમ કરું છું”જૈનીતે કહ્યું.“તો ક્યાં છે નિધિ અત્યારે?”ક્રિશાએ પૂછ્યું.“તારે જૉકરની સ્ટૉરી સાંભળવી હતીને?”જૈનીતે કહ્યું, “રેકોર્ડિંગ શરૂ કર”“મતલબ એ છોકરો તું જ છે?”ક્રિશાએ આંખો પહોળી કરીને પૂછ્યું.જૈનીતે જવાબમાં માત્ર પલકો ઝુકાવી.ક્રિશાએ મોબાઈલ
  • Read Free
જોકર - સ્ટૉરી એક લુઝરની - 14
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ-14લેખક – મેર મેહુલ સુરત જવા માટે મેં બા-બાપુને મનાવી લીધા હતા.જ્યારે હું સુરત જવા નીકળ્યો એટલે બડીએ પહેલો પાઠ ભણાવ્યો, “જૈનીત,હવે તું કોલેજમાં આવી ગયો.અત્યાર સુધી તારા તોફાનો ...Read Moreસુધી જ સીમિત રહ્યા છે.હું નથી ઇચ્છતી કે તું શહેરમાં જઈને પણ આવા જ તોફાન કરે.શહેરમાં ગામ જેવું વાતાવરણ નથી હોતું.ધ્યાન રાખજે.” બધા છોકરાઓને આ સમયમાંથી એકવાર તો પસાર થવું જ પડે છે.ઘરના સભ્યો શિખામણ આપે અને આપણે આજ્ઞાકારી બાળક થઈને હામી ભરવી પડે.મેં પણ એ જ કર્યું.બા-બાપુના આશીર્વાદ લઈ બોરીયા-બીસ્તાર લઈ નીકળી પડ્યો પોતાની મંજિલ તરફ.સુરત,મક્કાનું પ્રવેશદ્વાર.બંધ મુબારક.જ્યાંથી જ પહેલીવાર અંગ્રેજો પ્રવેશ્યા
  • Read Free
જોકર - સ્ટૉરી એક લુઝરની - 15
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ-15લેખક – મેર મેહુલ કોલેજના પહેલાં જ દિવસે હું રેગીંગનો શિકાર થયો હતો. રેગીંગનો શિકાર થયો તેનું મને દુઃખ નહોતું પણ પહેલી નજરમાં જ નિધિ સામે મારી ખરાબ ...Read Moreઉપસી હતી તેનું મને દુઃખ હતું.હું નિધિથી છુપાઈને રહેવા માંગતો હતો પણ નિધિએ મારી પાસે આવીને ‘કલાસ-બી’ વિશે પૂછ્યું. મારે કહેવું હતું, ‘બધા ક્લાસની બહાર રૂમના નામ લખ્યા જ છે.’ અહીં મૂંડી ઊંચી કરવામાંય ફાંફાં પડતાં હતા તો એક શબ્દ ક્યાંથી નીકળવાનો હતો? નર્વસ થઈ હું પોતાનાં રૂમમાં ચાલ્યો ગયો.હું તો એ પણ ભૂલી ગયો કે હું પણ ‘કલાસ-બી’નો જ
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 16
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 16લેખક – મેર મેહુલ નિધિ સાથે પહેલીવાર વાત કરીને મને પુરી રાત ઊંઘ નહોતી આવી.નિધિના શબ્દો મારા માનસપટલ પર રમતાં હતાં.એ કાલે મને ફેસ ટુ ફેસ મળવાની હતી.તેની ...Read Moreમારે કેવી રીતે વાત કરવી જોઈએ,ક્યાં ક્યાં ટોપિક પર વાત કરવી તેનું લિસ્ટ હું બનાવવા લાગ્યો.જો કે એ સામે આવે ત્યારે હું બધું જ ભૂલી જવાનો છું એ મને ખબર હતી તો પણ એક વાત યાદ આવી જાય તો તેની સાથે વાત કરવામાં કમ્ફર્ટેબલ થઈ જૌએ હિસાબે મેં થોડાં ટોપિકની નોટ્સ બનાવી લીધી. આવતી કાલે નવા જ જૈનીતના રૂપમાં કૉલેજ જવું એવો
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 17
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ-17લેખક – મેર મેહુલ નિધિ સાથે પહેલીવાર મેં ફેસ-ટુ-ફેસ વાત કરી હતી.અમે બંને કેન્ટીમાંથી નાસ્તો કરી બહાર નીકળ્યા એટલે શિકારની રાહ જોઇને બેઠેલા સિંહની માફક બકુલ મારી રાહ જોઇને બેઠો હતો.આવું ...Read Moreથશે તેની મને ખબર જ હતી.જ્યારે તેના કામ વચ્ચે મેં પગ આડો કર્યો ત્યારે જ તેના ચહેરા પરથી હું કળી ગયો હતો કે ભાઈબંધ વાત દિલ પર લઈ લેશે. બીજી બાજુ ભોળી નિધિને એમ લાગ્યું કે સરે મને મનાવવા માટે સલાહ આપી એ બાબતે વાત કરવા મને બોલાવ્યો હશે.છોકરાઓની વાત ના સમજી શકેને છોકરીઓ.નિધિએ મને કહ્યું, “તું કંઈ ના
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 18
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ-18લેખક – મેર મેહુલ જૈનીત ક્રિશાને પોતાની સ્ટૉરી કહેતો હતો એટલામાં તેનો ફોન રણક્યો.“એક મિનિટ”ક્રિશાને કહી જૈનીતે કૉલ રિસીવ કર્યો, “બોલ જીગરી તને જ યાદ કરતો હતો”“આરાધના સાથે વાત ...Read Moreહતી કાલે.બધું બરોબર થઈ ગયું છે અને કલાક પછી એ પાછી આવે છે”બકુલે કૉલમાં કહ્યું.“શું વાત કરે છે?,ગજબ થઈ ગયો.તું ઘરે જ રહે હું અડધી કલાકમાં પહોંચ્યો”જૈનીતે કહ્યું.“ના ભાઈ તારે આવવાની જરૂર નથી”બકુલે કહ્યું, “તું આવીશ તો ફરી બબાલ થશે”“ભાઈ પહેલાં કે એ?”જૈનીતે પૂછ્યું.“ભાઈ જ પણ તું સમજ આજે ઘણાં દિવસ પછી ઘોડેસવારી કરવાની છે”“મારે કંઈ નથી સાંભળવું.હું આવું છું”કહેતાં જૈનીતે કૉલ કાપી નાખ્યો.“કોલેજમાં
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 19
જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 19લેખક – મેર મેહુલ ક્રિશા સાત વાગ્યે હીરાબાગ પાસે ડેરી-ડોનમાં પહોંચી ગઈ.તેણે વાઈટ ડ્રેસ પહેર્યો હતો.ખુલ્લા વાળ તેનાં ચહેરાને અલગ જ લૂક આપતાં હતા.સાતને પંદરે જૈનીત આવ્યો.“ઓહ માય ગોડ”ક્રિશાને જોતાં ...Read Moreબોલાય ગયું.“કેમ શું થયું?”ક્રિશાએ પૂછ્યું.“તે આબેહૂબ નિધી જેવો જ ડ્રેસ પહેર્યો છે.પહેલીવાર અમારી અહીં મુલાકાત થઈ ત્યારે એ આવી જ રીતે તૈયાર થઈને આવી હતી.”જૈનીતે કહ્યું.ક્રિશા હસી પડી.“ચાલ તો અંદર જઈને એ જ ટેબલ પર બેસીએ જ્યાં તમે બંને બેઠાં હતાં”ક્રિશાએ હસતાં હસતાં કહ્યું.બંને અંદર જઈ કોર્નરવાળા ટેબલ પર જઈ બેસી ગયા.જૈનીતે કૉફી માટે ઓર્ડર આપ્યો.“આગળ શું થયું હતું?”ક્રિશાએ ટેબલ પર કોણી
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 20
જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 20લેખક – મેર મેહુલ ઇન્સપેક્ટર જુવાનસિંહ જૈનીતે મોકલેલા એડ્રેસ પર પહોંચ્યો.તેને આ જગ્યા પર જ શા માટે બોલાવવામાં આવ્યો એ તેને નહોતું સમજાતું.આ એરિયો વિક્રમ દેસાઈનો હતો.વિક્રમ દેસાઇના નામની દહેશત નીચે પૂરો ...Read Moreતેના ગુંડાઓને સાચવતો.તેઓ અહીંની ગણિકાઓ સાથે મન ફાવે તેવું વર્તન કરતાં.તેઓના ઉપર ઉપકાર કર્યો છે એવો અહેસાસ કરાવતા.ઘણીવાર કોઈ ધનવાન વ્યક્તિની ખુશામત કરવાં તેઓ આ એરિયામાંથી ગણિકાઓને મોકલતાં. જુવાનસિંહને આ વાતની જાણ હોવા છતાં તે કંઈ નહોતો કરી શકતો.એ જાણતો હતો,તેઓના ઉપલાં અધિકારી પણ આ સિલસિલામાં સંડોવાયેલા છે. જો એ સામે ચાલીને આ યુદ્ધમાં જંપલાવશે તો એક જ દિવસમાં તેનો
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 21
જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 21લેખક – મેર મેહુલ અમે બંને લોનમાં જઈ બેઠાં.નિધિએ બેગમાંથી પાણીની બોટલ કાઢી મને આપી.હું પાણી પી રહ્યો હતો ત્યારે નિધિ મને તાંકી રહી હતી સાથે મરક મરક હસતી હતી.“શું ...Read Moreપુછ્યું, “કેમ હસવું આવે છે?”“ના કંઈ નહીં”તેણે હસતાં હસતાં વાત ટાળી.“ના બોલને,તારી સાથે હું પણ થોડું હસી લઉં”“તું આ શર્ટમાં જોકર જેવો લાગે છે,હાહાહા”નિધિ મોટેથી હસવા લાગી.“હાહાહા”હું પણ હસવા લાગ્યો, “કૃતિની ચોઇસ છે આ”“ના એમ તો સારો જ લાગે છે”તેણે સફાઈ આપતાં કહ્યું, “મને પસંદ છે”“મને ખબર જ હતી”મેં કહ્યું, “આમ પણ કોઈક મજનુંએ કહ્યું છે, તમે જેને પસંદ કરો છો તેની
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 22
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 22લેખક – મેર મેહુલ જુવાનસિંહ બાજુની ઓરડીમાં પ્રવેશ્યો ત્યારે ઘણો ઉત્સુક હતો.તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે આ સિલસિલાની શરૂઆત થઈ હતી. બે વર્ષ પહેલાં ...Read Moreજે ઘટના બની હતી તેને કારણે સુરતના આખા પોલીસતંત્રની આબરૂ રોળાઈ હતી.એ કેસમાં કોણ કોણ શામેલ હતું તેની જાણ હોવા છતાં એક નિર્દોષ વ્યક્તિને બલીનો બકરો બનાવી પોલીસતંત્ર પોતાની ઈજ્જત બચાવવામાં કામયાબ નીવડ્યું હતું. એ સમયે જુવાનસિંહે જ એ વ્યક્તિને કસ્ટડીમાંથી ફરાર થવામાં મદદ કરી હતી.હાલમાં જે ઘટનાઓ બનતી હતી તેમાં એ જ વ્યક્તિની બદલાની ભાવના છુપાઈ હોવાનો અંદેશો જુવાનસિંહને આવી ગયો હતો. ઓરડીમાં
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 23
જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 23લેખક – મેર મેહુલ ફ્લોરલ પાર્કની મુલાકાત પછી એ મારા માટે સર્વસ્વ બની ગઈ હતી.તેની નાનામાં નાની ખ્વાઇશ પુરી કરવાની હું કોશિશ કરતો.મારો ગોલ, મારુ લક્ષ્ય એટલે માત્રને ...Read Moreનિધુ.હા મેં જ એ નામ આપ્યું હતું. તેની મોં માંગી વસ્તુઓ અપાવી હું લાડ લડાવતો.અમે અઠવાડિયામાં ભાગ્યે જ એક દિવસ કૉલેજે જતા.સુરતનું એવું એકપણ ખોપચુ નહોતું બચ્યું જ્યાં અમે એકાંતમાં સમય પસાર ના કર્યો હોય.ઘણીવાર તો એ પુરા દિવસનું બહાનું બનાવી મારી સાથે સુરત બહાર પણ ફરવા આવેલી.ટૂંકમાં તેને બગાડવામાં મેં થોડી પણ કસર નહોતી છોડી. એ પણ સામે મને એટલો જ
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 24
જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 24લેખક – મેર મેહુલ શેફાલીને કારણે અમારી વચ્ચે જે ગેરસમજ થઈ હતી એ બાબતે સુલેહ થઈ ગયો હતો.તે દિવસ પછી હું શેફાલીને મળતો તો પણ નિધિને કોઈ પ્રૉબ્લેમ ના થતી.શેફાલી ...Read Moreમારી પણ એવી જ ફ્રેન્ડ થઈ ગઈ હતી.ત્રીજું સેમ પૂરું થયું ત્યાં સુધીમાં અમારું ત્રણનું એક ગ્રૂપ જ બની ગયું હતું.શેફાલી ક્લાસમાં પણ મારી બાજુમાં બેસવા લાગી હતી.હું શેફાલી સામે પણ નિધિને વહાલ કરતો.કદાચ નિધિને પસંદ પણ હતું. એ ચોમાસાનો સમય હતો.એક દિવસ હું અને નિધિ વરસાદમાં ભીંજાય હતા એટલે તે બીમાર પડી ગઈ.મેં તેને એક દિવસ કૉલેજ ન આવવા
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 25
જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 25લેખક – મેર મેહુલ હું પૂરેપૂરો શેફાલીના વશમાં હતો.હું તેને સહકાર પણ આપવા લાગ્યો હતો. એ જ સમયે નિધિનો ચહેરો મારી નજર સામે આવ્યો.તેણે કહ્યું હતું,હું કોઈને ...Read Moreપણ કિસ કરીશ તો એ જ યાદ આવશે.એ સાચી હતી.આ એ સ્પર્શ હતો જ નહિ.મારી નિધિનો સ્પર્શ જ જુદો છે.તેમાં ચાર ચાર વર્ષની તપસ્યા-લાગણી અનુભવી શકાય છે.સ્પર્શનો તો અહીં પણ અનુભવ થયો હતો પણ આ ઉત્તેજનાથી વધુ કશું નહોતું.નિધિ સાથે કિસ હતી તો આ માત્ર પ્રેક્ટિસ હતી.કેરી ચૂસવા જેવી પ્રેક્ટિસ. મેં શેફાલીને ધક્કો માર્યો.મારી આંખો લાલ થઈ ગઈ હતી.“શેફાલી તે આ શું કર્યું?”હું ગુસ્સામાં
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 26
જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 26લેખક – મેર મેહુલ મારી અને શેફાલીની રાસલીલા સૌની સામે આવી ગઈ હતી. કોઈએ અમારો વિડીયો ઉતારી વાઇરલ કરી દીધો હતો.પ્રિન્સિપાલે અમને બંનેને ઓફિસમાં મળવા પણ બોલાવ્યા ...Read Moreએ કોઈની પરવાહ નહોતી.મારે બસ એકવાર નિધિને મળીને કહેવું હતું.મારી ભૂલ કબૂલવી હતી.હું તેનાં રૂમમાં પ્રવેશ્યો ત્યારે એ રૂમમાં એકલી બેઠી હતી. હા,એ બેશક અત્યારે વધારે ખુબસુરત લાગતી હતી, પણ તેના માટે હું ખુશ થાઉં એવું મેં નહોતું કર્યું.હું તેની સામે જઈ ઉભો રહ્યો ત્યારે હું અસ્વસ્થ હતો.તેણે મારી સામે જોયું.“ઓહ,જૈનીત.ગુડ મોર્નિંગ”તેણે બનાવટી સ્મિત સાથે કહ્યું.તેના આ શબ્દો મને તીરની જેમ ચુભ્યા.
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 27
જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 27લેખક – મેર મેહુલ નિધિ સાથે વાત કરી હું માફી માંગવા ઇચ્છતો હતો.મેં જે કર્યું એ માફ કરવા લાયક તો નહોતું જ છતાં મારે પ્રાશ્ચિત કરવું હતું.હું કોલેજમાંથી રેસ્ટીકેટ કરવામાં ...Read Moreછું એટલે તેણી મને પ્રોફેસર બી.સી.પટેલની ઑફિસમાં લઇ ગઈ અને કહ્યું, “તમારા વિરુદ્ધ ફરિયાદ છે.જૈનીત વતી.તમે તેની સાથે જે અન્યાય કર્યો છે તેના માટે?”“શું બકવાસ કરે છે તું?,તને ખબર છે એણે શું કર્યું છે?”પ્રોફેસર ખુરશી પરથી ઉભા થઈ ગયા.“બકવાસ કોણ કરે છે એ તમને પણ ખબર છે અને મને પણ ખબર છે.તમે જે રીતે તમારા ગુંડાઓને સાચવો છો એ પુરી કૉલેજને ખબર
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 28
જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 28લેખક – મેર મેહુલ“તું કિસ તો નહીં કરે ને?”તેણે મારા હોઠ તરફ નજર કરીને નેણ નચાવ્યા.મેં તેના ગાલ પર હળવું ચુંબન કર્યું અને કહ્યું,“એના માટે મારે કોઈ શરતની જરૂર નથી”“તો શું શરત છે?”તેણે ...Read Moreપૂછ્યું.“આપણે જે પણ કરીએ એ બધું મારા નામ પર થવું જોઈએ, તું આ વાતમાં શામેલ નથી એવું લોકોને લાગવું જોઈએ”મેં કહ્યું.“પણ એવું શા માટે કરવું?,હું પરિણામોથી નથી ડરતી અને આમ પણ આપણે ડરીને કામ કરવું જોઈએ એવો કોઈ અપરાધ નથી કરતા”“એ બધી મને નથી ખબર,જો તને મારી આ શરત મંજુર હોય તો જ હું તને સહકાર આપીશ”“તને જેમ ઠીક લાગે”તેણે
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 29
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 29લેખક – મેર મેહુલ મને સમાજ સેવા કરવાનો બિલકુલ શોખ નહોતો છતાં નિધુના કહેવાથી મેં કૉલેજમાં ચાલતાં કાંડનું સ્કેમ કરવાનું બીડું ઉપાડી લીધું હતું.મને એક વાત હજી નહોતી સમજાતી, કૉલેજનો ...Read Moreમારાં જેવાં મામુલી છોકરાને કોલેજમાંથી કાઢીને કરવાં શું માંગતો હતો! મેં તો તેનાં કામમાં કોઈ દિવસ દખલગીરી નહોતી કરી.અરે મને તો નિધિએ કહ્યું ત્યારે આ બધી વાતની ખબર પડી હતી.તેણે આવું શા માટે કર્યું એ વાત જાણવા હું પણ હવે બેચેન થઈ રહ્યો હતો.એટલે જ મેં બકુલને પોતાની જાળમાં ફસાવી લીધો હતો. હું તેને સિગરેટના બહાને કોલેજ બહાર લઈ આવ્યો હતો.“તારાં
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 30
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 30 લેખક – મેર મેહુલ બકુલને વિશ્વાસમાં લઇ અમે માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો.મારે અને બકુલને મળી પ્રૉ.બી.સી.પટેલના લેપટોપમાંથી વીડિયો ચોરવાના હતા.બી.સી.પટેલ,નામ જ ગાળ આવે છે. કેવો વ્યક્તિ હશે ...Read Moreઉંમર પંચાવનની છે ને કાંડ પચીસ વર્ષના.એને તો ગમેતેમ કરીને એક્સપોઝ કરવાનો જ હતો. પછીના દિવસે મેં અને બકુલે મળી લેપટોપમાંથી વીડિયો કેવી રીતે લેવા તેની મંત્રણા કરી.બી.સી. પટેલ બિઝનેસ કોમ્યુનિકેશનનો લેક્ચર લેતો.પ્રેઝન્ટેશન માટે એ લેપટોપ સાથે લઈ આવતો.લેપટોપ હંમેશા તેની સાથે જ રહેતું માટે કોઈ પણ રીતે પહેલાં તેને લેપટોપથી દુર કારવાનો હતો.પ્લાન મારા મગજમાં હતો જ.બકુલ તો તેનો ચમચો હતો
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 31
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 31લેખક – મેર મેહુલ બીજા દિવસે ફરીવાર હું અને બકુલ પોતાનો મનસૂબો કાયમ કરવા મળ્યા.આજે બકુલના પ્લાન પર ચાલવાનું હતું.બકુલ પોતાની સાથે કિલો તેલનું પાઉંચ લઈને આવ્યો હતો.“આ તેલ ...Read Moreમાટે લાવ્યો”મેં પૂછ્યું.“તું કંઈ પૂછ નહિ”તેણે કહ્યું, “તું 1 TBની હાર્ડડિસ્ક લાવ્યો?” મેં બેગમાંથી હાર્ડડિસ્ક કાઢીને તેને આપી.તેણે મને એ તેનું પાઉંચ આપતાં કહ્યું, “હવે સાંભળ,બી.સી.પટેલને આજે પહેલો લેક્ચર નથી.એ પોતાની ઑફિસમાં જ રહેશે. હું હમણાં તેને ચા આપવા જઉં છું.તેમાં મેડિકલેથી લીધેલી આ દવા નાખીને એને આપી દઈશ.આ દવાથી તેનું પેટ ખરાબ થઈ જશે.એની ઓફિસથી નીચેનું બાથરૂમ નજીક પડે છે એટલે
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 32
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ - 32લેખક – મેર મેહુલ અમે લોકો ડેરીડોનમાં હતાં. કૉફી પતાવી નિધિ ડિસ્કમાં શું છે એ જણાવી રહી હતી.“બી.સી.પટેલ ખૂબ જ શાણો વ્યક્તિ છે.તેણે ડેટા એવી રીતે છુપાવીને ...Read Moreહતો જેથી કોઈને મળે નહીં.મેં બધા ફોલ્ડર ખોળી કાઢ્યા પણ કોઈ વીડિયો ના મળ્યો.પછી જ્યારે મેં ડેસ્ક પર ફેમેલી ફોટોનું ફોલ્ડર ખોલ્યું ત્યારે તેમાં ઘણીબધી ફાઈલો મળી.તેણે બધી છોકરીઓના નામ પ્રમાણે ફોલ્ડર બનાવી રાખ્યા છે.”નિધીએ કહ્યું.“આપણાં માટે સારી વાત એ છે કે ફોલ્ડરમાં નામ સાથે બધી જ છોકરીઓની માહિતી અને કોન્ટેક નંબર છે.આપણે તેઓનો સંપર્ક કરી શકીશું.પણ પ્રોબ્લેમ એ છે કે વીડિયોમાં માત્ર છોકરીઓના
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 33
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 33લેખક – મેર મેહુલ ઘરે આવી હું ડિસ્કમાં રહેલી માહિતી તપાસી રહ્યો હતો. મારાં હાથમાં એવી માહિતી લાગી હતી જે સુરતની સુરત બદલી નાંખવા સક્ષમ હતી. મારાં હાથમાં એક ...Read Moreસેક્સ રેકેટ લાગ્યું હતું.જે મારી જ કૉલેજમાં ચાલતું હતું. ‘કસ્ટમર’ નામના ફોલ્ડરમાં 745 બીજાં ફોલ્ડર હતા.જેમાં ગ્રાહકો અનુસાર છોકરી મોકલવામાં આવતી હતી.તેઓને જ્યાં મોકલવામાં આવતી તેનું એડ્રેસ અને બીજી ઘણીબધી માહિતી હતી.હું સૌના નામ પર નજર કરી રહ્યો હતો.જેમાં કેટલાક એવા નામો સામે આવ્યા હતાં જે મારાં માટે માનવું મુશ્કેલ હતું. ફોલ્ડરમાં કેટલાય એમ.પી. અને એમ.એલ.એ.ના નામ,મોટા ઉદ્યોગકારોના,જિલ્લા કચેરીના મોટા હોદ્દેદારો,સાથે
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 34
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 34લેખક – મેર મેહુલ હું નિધિના ઘરે આવ્યો હતો. નિધિના પપ્પાએ જ મને આમંત્રણ આપ્યું હતું. મારાં અને નિધિના સંબંધ વિશે તેઓ જાણતાં ન હોય એવી રીતે શરૂઆતમાં ...Read Moreસાથે વાતો કરી.અચાનક તેઓના ચહેરા પરના હાવભાવ બદલાયાં. તેઓએ મને પૂછ્યું, “તો તું કેટલાં રૂપિયા આપીશ?,મારી દીકરી સાથે લગ્ન કરવા માટે”“શું કહ્યું તમે કાકા?”મેં પૂછ્યું, “મને કંઈ સમજાયું નહીં”“તું નિધીને પ્રેમ કરે છે ને”તેઓએ કહ્યું, “તેની સાથે લગ્ન કરવા માટે કેટલાં રૂપિયા આપી શકીશ મને?” એક મિનિટ માટે મારું મગજ સુન્ન પડી ગયું.તેઓના આમંત્રણ પાછળનો ઈરાદો શું હતો એ હવે મને સમજાય
  • Read Free
જૉકર - સ્ટૉરી એક લુઝરની - 35
જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 35લેખક – મેર મેહુલ નિધિના પપ્પા સાથે મેં દુશ્મની વ્હોરી લીધી હતી.તેઓ પણ આ રેકેટમાં શામેલ છે એવું મને પાછળથી જાણવા મળ્યું હતું.મારે કોઈપણ ભોગે આ રેકેટને અટકાવવું હતું.હું ...Read Moreઆ કામ નહોતો કરી શકવાનો,માટે હું એવા લોકોને વિશ્વાસમાં લેવા નીકળી પડ્યો હતો જે મારાં કામમાં મને સાથ આપવાના હતા.મારી પહેલી મંજિલ હોટેલ વિજય પેલેસ હતી. બાઈક પાર્ક કરી હું હોટેલમાં પ્રવેશ્યો.હું મારી સાથે મારી બેગમાં થોડાં કપડાં,પેપ્સીની બોટલ,સિગરેટનું પેકેટ અને એક નોટ લઈ આવ્યો હતો જેથી હું મુસાફર લાગુ.રિસેપ્શનમાં એક લેડી ઉભી હતી.હું તેની પાસે જઈ ઉભો રહ્યો.“નમસ્કાર સર,હું તમારી શું
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 36
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 36 લેખક – મેર મેહુલ બી.સી.પટેલનાં લેપટોપમાંથી મળેલી માહિતી ખતરનાક હતી.મને લાગ્યું અમારી કોલેજમાં જ આવું થાય છે પણ માહિતીનું વિશ્લેષણ કર્યું ત્યારે મને ખબર પડી કે અમારી ...Read Moreતો માત્ર એક બ્રાન્ચ હતી.આવી તો સુરતમાં ઘણીબધી બ્રાન્ચો હતી. એવી જ એક બ્રાન્ચ એટલે વિજય પેલેસ હોટેલ,મેં હોટેલ વિજય પેલેસમાં જઈને એક ખેલ ખેલ્યો હતો.હું એમાં સફળ પણ થયો હતો.હોટેલમાં મળેલી સ્નેહલને હું હાલ મળવા જઈ રહ્યો હતો. વૉક-વે મૉલ પાસે પહોંચી મેં સ્નેહલને કૉલ કર્યો.દસ મિનિટ પછી એ મારી પાસે આવી.તેને કમ્ફર્ટઝોનમાં લેવા હું તેને બાજુના
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 37
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 37 લેખક – મેર મેહુલ મહેશકાકાએ મારાં બાપુના મૃત્યુના સમાચાર આપ્યાં.મારાં હાથમાંથી મોબાઈલ પડી ગયો.મને ચક્કર આવતાં હતાં.હું બાઇક પરથી નીચે પટકાયો અને બેભાન થઈ ગયો. ...Read More મારી આંખો ખુલ્લી ત્યારે અંધારું થઈ ગયું હતું.હું શંકરકાકાના ઘરમાં બેડ પર સૂતો હતો.મારું માથું ભમતું હતું.મારાં બાપુ હવે આ દુનિયામાં નથી એ જાણી મને આઘાત થયો હતો.અવિરત પણે મારી આંખોમાંથી આંસુ વહેતાં હતા.બધાં મને ઘેરીને ઊભાં હતા.હું કાકીને ભેટીને રડવા લાગ્યો. “શું થઈ ગયું કાકી મારાં બાપુને?,થોડીવાર પહેલાં તેઓનો ફોન આવ્યો હતો.મારી યાદ આવે છે એમ કહીને તેઓ રડતાં હતાં”હું રડતો રડતો
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 38
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 38 લેખક – મેર મેહુલ મારાં બડી-બાપુ મૃત્યુ પામ્યા તેનાં એક અઠવાડિયા પછી હું નિધિને મળ્યો હતો.હું અને નિધિ ખૂબ રડ્યા હતા.મારે નિધીને તેનાં પપ્પાની હકીકત જણાવવી હતી ...Read Moreનિધિ પહેલેથી જ ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી.મારે તેની મુશ્કેલીઓ વધારવી નહોતી એટલે અત્યારે મેં તેનાથી આ વાત છુપાવીને રાખવાનો નિર્ણય કર્યો. નિધિ સાથે હું ગમે ત્યારે કોન્ટેકટ કરી શકું એ માટે મેં નિધિને એક મોબાઈલ લઈ આપ્યો.સાથે આ મોબાઈલ તેનાં પપ્પાની નજરમાં ન આવે તેનું ધ્યાન રાખવા કહ્યું.એક અઠવાડિયા પછી નિધિ ફરી મારી લાઈફમાં આવી ગઈ હતી એ
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 39
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 39 લેખક – મેર મેહુલ મેં એક વ્યક્તિને બંદી બનાવ્યો હતો.આ વ્યક્તિ પાસેથી મારે ઘણીબધી માહિતી મેળવવાની હતી.મેં તેના મોંઢા પર પાણી નાખ્યું એટલે એ આંખો ખોલી.મેં તેનાં ...Read Moreડૂચો કાઢ્યો. “કોણ છે તું?”મારાં ચહેરા પર રહેલાં મુખોટાંને જોઈ તેણે પૂછ્યું, “શું છે આ બધું?” “જોકર”મેં વટથી કહ્યું, “તારી જેવાને યમરાજ સુધી પહોંચાડવાનો કોન્ટ્રકટ લીધો છે મેં” “પણ મેં તારું શું બગાડ્યું છે?”તેણે ભય મિશ્રિત અવાજે પૂછ્યું.મેં બેગમાંથી લેપટોપ કાઢ્યું.હું જે હોટેલમાં આવ્યો હતો તેનાં કસ્ટમરના લિસ્ટમાં જઈ આ વ્યક્તિનો ડેટા તપાસ્યો. “આજ સુધી સત્યવીશ છોકરી સાથે સૂતેલો છે તું”મેં કહ્યું,
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 40
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 40 લેખક – મેર મેહુલ જુવાનસિંહ સુરુની ઓરડીમાં થઈને બાજુનાં આલીશાન રૂમમાં પ્રવેશ્યો હતો.તેણે એક વર્ષ પહેલાં જે વ્યક્તિઓને એક કેસમાં કસ્ટડીમાં લીધાં હતાં એ જ લોકો અત્યારે ...Read Moreસમક્ષ ઉભા હતા.તેણે એક વ્યક્તિને બેડ પર ભુરી ચાદર ઓઢીને સૂતેલો જોયો. જુવાનસિંહે એ ચાદર હટાવી ત્યારે તેનાં હોશ જ ઉડી ગયાં. “ઓહ..માય..ગોડ…”જૈનીતનો ચહેરો જોઈ જુવાનસિંહથી બોલાય ગયું.જુવાનસિંહે પુરી ચાદર હટાવી ત્યારે તેને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો.જૈનીતનું ગરદનથી લઈને કમર સુધીનું શરીર કોટનના પાટામાં લપેટાયેલું હતું.જૈનીતના ચહેરા પર પણ નાના-મોટાં ઘાવ હતા.જેના પર લોહી જામી જવાને કારણે તેનો ચહેરો વધુ બેડોળ લાગતો
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 41
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 41 લેખક – મેર મેહુલ જુવાનસિંહના ગયાં પછી ખુશાલ પણ ઘરે જવા નીકળ્યો હતો.તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે જૈનીત તેને મળ્યો હતો. ...Read More એ દિવસે ખુશાલ ગુસ્સામાં હતો.પાપા સાથેની રોજ રોજની રોકટોકને કારણે એ છેલ્લાં બે મહિનાથી સુરતથી દૂર આવેલાં જોકર બંગલામાં રહેવા આવી ગયો હતો.એ દિવસે તેનાં પપ્પા તેને મનાવવા આવ્યા હતા પણ વાત વધુ વણસી હતી એટલે ખુશાલ ગુસ્સામાં ઘલુડી તરફના રસ્તે પોતાની મર્સીડી લઈ નીકળી ગયો હતો. આવા સમયે એ પોતાની આદત મુજબ જુનાં ગીતો શરૂ કરી પુરવેગે ગાડી ચલાવતો હતો.તેનાં મગજમાં
  • Read Free
જોકર – સ્ટોરી એક લુઝરની – 42
જોકર – સ્ટોરી એક લુઝરની ભાગ – 42 લેખક – મેર મેહુલ ખુશાલે જૈનીતનું લાલ જેકેટ ઉતારી કેસરી શર્ટના બટન ખોલ્યા.શર્ટ ખોલતાં તેની નજર સામે જે નજારો હતો એ જોઈને ખુશાલથી આવી સ્થિતિમાં પણ ...Read Moreઆવી ગયું. “શાણો માણસ છે”ખુશાલે કહ્યું. જૈનીતના કેસરી શર્ટ નીચે બુલેટ પ્રૂફ જેકેટ હતું.જોકરના કપડાંમાં જૈનીતને જોઈને ખુશાલને આશ્ચર્ય તો થયું જ હતું.હવે તેને વિશ્વાસ આવી ગયો કે મામલો તેણે ધર્યો એટલો સીધો નથી.ખુશાલને પણ જોકર પસંદ હતો એટલે જ તેણે જીદ કરી આ બંગલાનું નામ ‘જોકર બંગલો’ રખાવ્યું હતું. તેણે આહીસ્તાથી જેકેટને જૈનીતના શરીરથી દુર કર્યું.કવચ એટલું
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 43
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 43 લેખક – મેર મેહુલ મેં જુવાનસિંહને એ વ્યક્તિ વિશે પૂછ્યું હતું જેણે મારી બાતમી આપી હતી.તેઓએ મને ‘લાલજી પટેલ’ નામ આપ્યું.રામદેવ ટ્રાવેલ્સનો માલિક,નિધીના પપ્પા. ...Read More નિધિના પપ્પાને મારાં બધાં પ્લાન વિશે ખબર હતી,પણ કેવી રીતે?,તેઓને કોણ કહેવા ગયું હતું?,નિધિ???,ના એ કેવી રીતે કહે?,એણે જ તો મને આ કામ કરવા પ્રોત્સાહન આપ્યું હતું..અરે એ જ તો મારો પ્રેરણાનો સ્ત્રોત છે. મારે નિધીને આ વાત કેવી રીતે કહેવી?,એનાં જ પિતા અમારો આગળનો ટાર્ગેટ છે એ નિધિ કેવી રીતે સહન કરી શકવાની હતી?,હું ખરેખરની મુંઝવણમાં ફસાયો હતો. “કોણ છે એ
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 44
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 44 લેખક – મેર મેહુલ અમે નિધિના પાપાને ટાર્ગેટ કર્યા હતા.મારી બધી હરકતો પર તેની નજર હતી.અમે તેની પાસેથી વાત કઢાવી તેનો ખેલ ખત્મ કરવાના જ હતાં ત્યાં ...Read Moreમારાં બડી અને બાપુના મૃત્યુ પર મોટું પ્રશ્નાર્થચિન્હ રાખી દીધું હતું. બકુલે તેનાં પર ગોળી મારી પણ મારે મારાં માતા-પિતાને મૃત્યુનું કારણ જાણવું હતું એટલે મેં બકુલનો નિશાનો ચૂકવી દીધો. “તે મારાં પાપાને મારવાની કોશિશ કરી?”નિધિ ફોનમાં રાડો પાડતી હતી.હું તેને હકીકત જણાવવા નહોતો ઇચ્છતો.મેં માત્ર એટલું જ કહ્યું હતું કે તેણે આપણને ડેરીડોનમાં જોઈ લીધાં અને જુવાનસિંહને બધી બાતમી આપી દીધી.હું કોઈપણ
  • Read Free
જૉકર – સ્ટૉરી એક લુઝરની – 45 
જૉકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 45 લેખક – મેર મેહુલ સુરત છોડી હું માઉન્ટ આબુ આવી ગયો તેને એક મહિનો થઈ ગયો હતો.મારી જિંદગી બદલાય ગઈ હતી.હું મારાં પોતાના કહી શકાય ...Read Moreવ્યક્તિઓમાં બકુલ સિવાય કોઈના સંપર્કમાં નહોતો.નિધિ સાથે પણ મેં છેલ્લે સુરત હતો ત્યારે જ વાત કરી હતી. મારી દાઢી અને વાળ પણ વધી ગયાં હતાં.હું પોતાની આદત મુજબ સનસેટ પોઇન્ટ પર બેઠો હતો.મને એની યાદ સતાવતી હતી એટલે હું રડતો હતો.એટલામાં કોઈએ પાછળ આવીને મને કહ્યું, “રોને સે અગર સબ કુછ ઠીક હો જાતા તો મેં ચોબીસો ઘંટે રોતી રહતી”
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 46
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 46 લેખક – મેર મેહુલ આબુમાં મને ક્રિશા નામની એક છોકરી મળી હતી. હું હંમેશા જ્યાં બેસી મારો ભૂતકાળ યાદ કરતો ત્યાં આવી એ મારી સાથે બેસવા લાગી.તેના ...Read Moreઆ દુનિયામાં નહોતાં.એ વાત જાણી મને દુઃખ થયું.મેં તેને પછીના દિવસે મારી દુકાન પર આવવા કહ્યું. સવારના પાંચ થયાં હતાં.આદત મુજબ હું મારી દુકાન તરફ ચાલતો થયો.મારી દુકાન હું રહેતો ત્યાંથી પાંચ કિલોમીટર જેટલી દૂર થતી.હું રોજ આ સફર ચાલીને કાપતો.અહીં સવારે 0° સુધી તાપમાન નીચે ચાલ્યું જતું.અહીં સવારે ચાલવાની મજા જ કંઈક અલગ હોય છે.પંચાવન મિનિટમાં હું મારી દુકાને
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 47
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 47 લેખક – મેર મેહુલ દોઢ વર્ષ પછી હું સુરત પરત ફર્યો ત્યારે ઘણુંબધું બદલાય ગયું હતું.મારું નામ પણ લગભગ સૌ ભૂલી જ ગયા હતા.પણ હું કંઈ નહોતો ...Read Moreએક સાથે ઘણાબધાં કામ કરવાના હતા.મારાં બાપુના મૃત્યુનું રહસ્ય પણ હજી અકબંધ હતું.મારે સૌથી પહેલા એ જ જાણવું હતું. મેં વેશ પલટો કરી લીધો જેથી કોઈ મને ઓળખી ના શકે. જોકરના લિબાસમાં હું મારાં પહેલા કામને અંજામ આપવા નીકળી ગયો.મારે લાલજી પટેલને દબોચી માહિતી ઓકાવવી હતી.રાત્રે એ મોડે સુધી તેની ટ્રાવેલ્સની મુખ્ય ઑફિસે હોય એ મને ખબર હતી એટલે બાર
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 48
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 48 લેખક – મેર મેહુલ “કોણ છે આ હરામી?”વિક્રમ દેસાઈ ઉર્ફે વિક્કી ગુસ્સામાં લાલઘુમ થઈ ગયો હતો.તેની સામે રેંગો બેઠો હતો.સુરતના એક ટ્રાવેલ્સના માલિકની હત્યા થઈ તેનાં સમાચાર પવન વેગે ફેલાયા હતા.વિક્કીને ...Read Moreસાથે કોઈ નિસ્બત નહોતી.એક ઇન્સ્પેક્ટરે બોડીની તાપસ કરતી વેળાએ બોડીના હાથમાં એક ચિઠ્ઠી જોઈ હતી.એ ચિઠ્ઠી વાંચી તેનામાં લાલચ જાગી હતી.આમ તો એ વિક્રમ દેસાઈનો જ માણસ હતો પણ એ માત્ર રેંગા સુધી જ પહોંચી શક્યો હતો.આ ચિઠ્ઠીના બહાને વિક્રમ દેસાઈ સાથે મુલાકાત અને તેના નાસ્તાની રકમ લેવાં તેણે રેંગાનો કોન્ટેક કર્યો હતો.રેંગો હાલ તેને લઈને કોસંબાથી કિમ તરફ જતાં
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 49
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 49 લેખક – મેર મેહુલ મેં લાલજી પટેલને અંજામ સુધી પહોંચાડી દીધો હતો.તેણે મને વિક્રમ દેસાઈ સુધી પહોંચવાનો રસ્તો બતાવી દીધો હતો.હું સુલોચનાને મળવા રેડ એરિયામાં જઈ ચડ્યો ...Read Moreમારી સામે ઉભી હતી.મારો મનસૂબો સાફ હતો.સુરું પાસેથી રેંગાની બાતમી મેળવી,રેંગાને શિકન્જામાં લઇ વિક્રમ દેસાઈની માહિતી મેળવવી. “ના ગમી એ?”સુરુંએ મજલીની ઓરડી તરફ જોઈ પૂછ્યું.સુરું દેખાવડી હતી.શરીરે વ્યવસ્થિત બાંધાની.રેંગો શા માટે તેના પર મોહી ગયો હતો એ મને સમજાય ગયું હતું. “હું તારાં માટે જ આવ્યો છું”મેં કહ્યું, “એની પાસે તારું એડ્રેસ પૂછતો હતો” “મારો ભાવ એના કરતાં ઊંચો “સુરુંએ કહ્યું, “હું
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 50
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 50 લેખક – મેર મેહુલ સુરુએ મને માહિતી આપી હતી,એ લોકો એકસાથે સો છોકરીઓને દુબઈ મોકલવાના હતા.હું એને રોકવાનો હતો.મારે માણસોની જરૂર હતી.મેં કરમવીર સુનિતા કૃષ્ણન વિશે વાંચ્યું ...Read Moreઅબળા નથી હોતી એનું એ શ્રેષ્ઠ ઉદાહરણ હતા.તેઓની સાથે પંદર વર્ષની ઉંમરે બળાત્કાર થયો હતો,તેઓએ એ બળાત્કારીને સજા અપાવી હતી અને ત્યારબાદ એક સંસ્થા સ્થાપી હતી.જેમાં તેઓ આવી ઘટનાઓનો શિકાર થયેલી યુવતીઓને મદદ કરતાં. સમાજ દ્વારા અપાતાં માનસિક ત્રાસથી દુર રાખી યુવતીઓનું ગુજરાન ચલાવવા તેઓએ લઘુ ઉદ્યોગ મારફત તેઓને શરૂઆતથી જીવન શરૂ કરવા કહેતા.તેઓની સંસ્થા વિશાળ હતી અને ગોપનીય હતી.જેમાં
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 51
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 51 લેખક – મેર મેહુલ “તું કરે છે શું ડફોળ?”વિક્રમ દેસાઈ ધૂંધવાયો હતો, “એક મચ્છર પણ નથી મારી શકતો તું?” જૈનીતના કારણે તેને કરોડોનું નુકશાન થયું ...Read Moreસામેની પાર્ટીએ તેને ધમકી પણ આપી હતી,જો બે દિવસમાં છોકરીઓની વ્યવસ્થા ન કરી આપી તો વિક્રમ દેસાઈની આબરૂ પર માછલાં ધોવાય જવાના હતા.માછલાં તો જૈનીતે ધોયા હતા.ખુલ્લે આમ ધમકી અને એ પણ સુરતના માફિયા ગણાતાં વિક્રમ દેસાઈને.એની સામે મોટી હસ્તીઓ આંખો ઝુકાવીને વાત કરતી અને એક અદના આદમીએ જે કહ્યું એ કરી દેખાડ્યું હતું. “માલિક તેને આ માહિતી કેવી રીતે મળી એ જ હું વિચારું
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 52
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 52 લેખક – મેર મેહુલ “તમને પ્રૉબ્લેમ ના હોય તો હું એને મળવા ઈચ્છું છું” વિકકીએ કહ્યું, “અંકલ વિશે મને સમાચાર મળ્યાં, જે થયું એ નહોતું થવાનું પણ નસીબને કોણ બદલી શકે ...Read Moreઅને તમે જાણો જ છો,અંકલને પણ આ સંબંધમાં કોઈ પ્રોબ્લેમ નહોતી” “મને વાંધો નથી,પણ હાલ એ બહાર ગઈ છે તમે સાંજે આવશો તો એ મળશે” લાલજી પટેલના પત્ની રસિલાબેને કહ્યું. બન્યું એવું હતું,આકસ્મિક ઘટનામાં વિક્રમ દેસાઈ નિધીને જોઈ ગયેલો.પહેલી નજરમાં જ એ તેનાં દિલમાં વસી ગઈ હતી.નિધિની જાણકારી મેળવતાં માલુમ પડ્યું કે એ તો લાલજી પટેલની દીકરી છે.
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 53
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 53 લેખક – મેર મેહુલ “આગળની સ્ટૉરી પછી આગળ ધપાવીએ?”ખુશાલે પૂછ્યું. “પણ કેમ?”ક્રિશાએ અણગમા સાથે પૂછ્યું, “મારે જાણવું છે,જૈનીત સાથે એવું તો શું થયું કે રેંગો તેનાં સુધી પહોંચી ગયો,જૈનીત પોતાનું કામ ...Read Moreકરતો હતો તો પછી રેંગો તેના સુધી કેવી રીતે પહોંચ્યો?” “એ તો જૈનીત જ જાણે,તેણે ડાયરીમાં એ બધું નથી લખ્યું.વિક્રમ દેસાઈનો એક કૉલ આવ્યો અને જૈનીતના બધા પ્લાન પાણીમાં ધોવાઈ ગયા,જૈનીતે માત્ર એટલું જ લખ્યું છે” “પણ કેવી રીતે?,વિક્રમ દેસાઈના હાથમાં એવું તો શું લાગ્યું હતું?”ક્રિશાએ ભાવહીન નજરે ખુશાલ સામે જોયું. “હતું કોઈ ગદ્દાર”ખુશાલે કહ્યું, “જૈનીતની બધી જ વાતો વિક્રમ
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 54
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 54 લેખક – મેર મેહુલ વિક્રમ દેસાઈ રોષે ભરાયો હતો.હસમુખ નિધીને મળીને આવ્યો હતો. નિધીએ જે જે શબ્દો કહ્યા હતા એ જ શબ્દો હસમુખે આવીને વિક્રમ દેસાઈને ...Read Moreહતા.વિક્રમ દેસાઈ કોઈ નાનીસૂની વ્યક્તિ નહોતો.એક છોકરી માટે પોતાની આબરૂ સરેઆમ રોળાઈ એ વિક્રમ દેસાઈ કોઈ દિવસ સહન નહોતો કરી શકતો. “કાલે સવારે બંને મારી નજર સામે જોઈએ”વિક્રમ દેસાઈએ લાલ આંખો કરીને કહ્યું. એ જ સમયે રેંગો આવી ચડ્યો. મામલો શું ચાલતો હતો એ જાણ્યાં વિના રેંગાએ પોતાની વાત કહી,“પેલો વ્યક્તિ કોણ છે એની બાતમી મળી છે” “કોણ છે?”વિક્રમ દેસાઈએ પૂછ્યું. “જૈનીત જોશી”રેંગાએ
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 55
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 55 લેખક – મેર મેહુલ “તારી સાથે શું થયું હતું?”ક્રિશાએ ઉત્સાહિત થઈને પૂછ્યું, “વિક્રમ દેસાઈની હાથમાં તું કેવી રીતે આવ્યો?” “જ્યાં ઘરના જ સભ્યો તમારું ભલું ના ઇચ્છતા હોય ત્યાં તમે ગમે ...Read Moreકોશિશ કરો કોઈ દિવસ સફળ નથી થવાના”જૈનીતે ગુસ્સે થતાં કહ્યું.આ વખતે પણ તેનાં અવાજમાં દર્દ હતો.પણ આ દર્દ ઝખ્મોને કારણે નહોતો.કોઈ વ્યક્તિએ આપેલાં દગાને કારણે હતો. “મતલબ?” ખુશાલે પૂછ્યું, “ શું થયું હતું તારી સાથે?” “હું એ રાત્રે પુરી તૈયારી સાથે નીકળ્યો હતો”જૈનીતે વાત શરૂ કરી. તેણે મને ઘલુડી પાસેનું એડ્રેસ આપ્યું હતું.મારા સ્વાગત માટે તેણે પુરી તૈયારી કરી
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 56
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 56 લેખક – મેર મેહુલ મારી પાછળ વિક્રમ દેસાઈના માણસો પડ્યા હતા.તેઓ મને દોડતા જોઈ ગયાં હતાં.મારી પાસે હાલ છુપાવા સિવાય કોઈ રસ્તો નહોતો કારણ કે હું એકલો હતો ...Read Moreએ આઠ-દસ લોકો.થોડે દુર જતાં મને ડાબી બાજુ બાવળની વાડ દેખાઇ.ત્યાંથી ખેતરમાં એક રસ્તો જતો હતો.હું ખેતરોમાં જ મોટો થયો હતો.આ ખેડેલા ખેતરમાં હું પવનવેગે દોડતો હતો જ્યારે પેલાં લોકો મહામહેનતે ચાલી શકતાં હતાં. ખેતર પૂરું થયું એટલે મેં તે લોકોને પાછળ રાખી દીધાં હતાં.એ ખેતરની વાડ ઓળંગીને હું બીજા ખેતરમાં પહોંચી ગયો.ત્યાં કુવા પાસે એક ઓરડી હતી.હું એ ઓરડીમાં જઈને
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 57
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 57 લેખક – મેર મેહુલ વિક્રમ દેસાઈએ એડીચોટીનું જોર લગાવ્યું હતું પણ જોકર કોણ છે એ તે જાણી શક્યો નહોતો.તેના મતે જૈનીતને માત્ર મોહરો બનાવવામાં આવ્યો હતો.તેની ...Read Moreસામે જૈનીતને લગભગ મારી જ નાખવામાં આવ્યો હતો અને જો જૈનીત જીવતો હોય તો પણ એ તરત રિએક્શન આપે એ હાલતમાં નહોતો એ વિક્રમ દેસાઈ જાણતો હતો. એ જ વિક્રમ દેસાઈની મોટી ભૂલ હતી.તેનું ધ્યાન જૈનીત પરથી હટી ગયું હતું.એ કોઈ નવા દુશ્મનની આશા રાખીને બેઠો હતો.બે દિવસથી રેંગો પણ ગાયબ હતો એટલે તેનો શક વધુ મજબૂત થયો હતો.તેણે રાતોરાત પોતાની સિક્યુરિટી બે
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 58
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 58 લેખક – મેર મેહુલ ખુશાલે જૈનીતને બચાવ્યો હતો.હાલ એ જૈનીતના ખભાથી ખભો મેળવી જૈનીત સાથે કામ કરી રહ્યો હતો.તેણે જ રેંગાને જાળમાં ફસાવ્યો હતો.તેની પાસેથી માહિતી ...Read Moreએક ફાઇલ તૈયાર કરી હતી અને જુવાનસિંહને આપી હતી.હસમુખ પટેલના નામમાં હજી પડદો પડેલો હતો.એ વ્યક્તિ આમ પણ મહત્વનો નહોતો.હવે સીધી વિક્રમ દેસાઈ સાથે જંગ લડવાની હતી. “આ ફાઈલમાં જે માહિતી છે એ મેં રેંગા પાસેથી ઓકાવી હતી.આપણા મિશન માટે આ અગત્યની માહિતી છે”ખુશાલે જૈનીતના બેડ નીચેથી ફાઇલ કાઢી. “એક કૉપી મેં જુવાનસિંહને આપી છે અને તેની પાસે મદદ મળી રહેશે એવી મને આશા
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 59
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 59 લેખક – મેર મેહુલ “તમે તો ડરાવી જ દીધા અમને જુવાનસિંહ”ખુશાલે હાશકારો અનુભવ્યો. “કામ જ એવું હતું ખુશાલ”જુવાનસિંહ ઓરડીમાં પ્રવેશતાં કહ્યું. “ફોન કરીને આવ્યાં હોત તો”ખુશાલે કહ્યું, “તમારો અણસાર ...Read Moreઆવ્યો હોત તો હું ગોળી ચાલવવાનો હતો” “તો શું થાત,હું જમીન પર જ સૂતો હોતને”જુવાનસિંહે હસીને કહ્યું, “ઉતાવળમાં ફોન કરતાં ભૂલી ગયો” “આવો અંદર”ખુશાલે ચાર ફૂટીયા દરવાજા તરફ ઈશારો કરીને કહ્યું.બંને અંદર ગયા એટલે બાકીના લોકોએ પણ હાશકરો અનુભવ્યો. “તને ફરી જંગના મેદાનમાં જોઈને ખુશી થઈ દોસ્ત”જુવાનસિંહે જૈનીત સાથે હાથ મેળવીને કહ્યું, “તે દિવસે હું એક કેસના સિલસિલામાં બહાર ગયો હતો
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 60
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 60 લેખક – મેર મેહુલ 7 માર્ચ, સાંજના સાત થયાં હતાં.સુરતથી દસ કિલોમીટર દૂર એક મહેતાંની એક સંસ્થામાં અત્યારે ચહલપહલ શરૂ થઈ ગઈ હતી.આ બંગલાના પરસાળમાં અત્યારે 100 ...Read Moreવધુ લોકો હાજર હતા.સૌ કોઈની રાહ જોઈ રહ્યા હતાં. થોડીવાર પછી બે ટ્રાવેલ્સની બસો બંગલા બહાર આવીને ઉભી રહી,જેમાંથી બીજાં 100 માણસો ઉતર્યા.તેમાં સૌથી આગળ 48 વર્ષના,પ્રજ્વલા NGOનાં સ્થાપક કરમવીર સુનિતા કૃષ્ણન હતા. “વેલકમ મેડમ”મહેતાએ તેઓનું સ્વાગત કર્યું, “અમને મદદ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર” “આભાર તો જૈનીતનો માનવો જોઈએ”સુનિતા કૃષ્ણને હિન્દી ભાષામાં કહ્યું, “અમારી સંસ્થા જે કાર્ય કરે છે એ
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 61
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 61 લેખક – મેર મેહુલ (7 માર્ચ,11 59pm,ઉધના) “બધાં પોઝિશન પર છે?”સુનિતાબેને શેટ્ટીને પૂછ્યું. “હા મેડમ બધાં પોતાની જગ્યાએ પહોંચી ગયા છે”શેટ્ટીએ કહ્યું, “તમારાં આદેશની રાહ જોવાય છે” ...Read Moreકમરમાં રહેલી પિસ્તોલ હાથમાં લીધી.ડાબા હાથ પર નજર કરી.બરોબર બારના ટકોરે તેણે ઈશારો કર્યો.સુનિતાબેનના ઈશારા સાથે જ બંગલાની બધી લાઈટો બંધ થઈ ગઈ.50 લોકોની 5 ટુકડી બંગલામાં જુદાં જુદાં રસ્તેથી એક સાથે પ્રવેશી.બંગલામાં રહેલાં લોકો કશું સમજે એ પહેલાં ચિલ ઝડપથી સુનિતાબેન અને તેની સાથે રહેલાં લોકોએ સૌને ઘેરી લીધાં. થોડીવાર પછી લાઈટ શરૂ થઈ ત્યારે એક ઔરતની ફરતે દસ લોકો જોકરના લિબાસમાં
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 62
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 62 લેખક – મેર મેહુલ મિશન જોકર તેનાં છેલ્લાં તબક્કામાં હતું.એમાં પણ ત્રણ એરિયામાંથી યુવતીઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવી હતી.હવે માત્ર જૈનીત અને તેની ટુકડીનું કામ ...Read Moreહતું. (7 માર્ચ,11:45pm, ડીંડોલી વિસ્તાર) “મને કંઈ નહીં થાય,તું નાહકની ચિંતા કરે છે”જૈનીતે નિધીને પોતાનાથી અળગી કરીને કહ્યું, “ચાલ હવે આપણે જઈએ,પેલાં લોકો આપણી રાહ જોઈ રહ્યા હશે.બંને બકુલ અને બીજાં સાથીદારો હતાં ત્યાં પહોંચી ગયાં. “શું કરવાનું છે આગળ?”ખુશાલે પૂછ્યું. “આ બંગલો મોટો છે માટે સુનિતાબેને કહ્યું હતું એ પ્રમાણે પહેલાં બંગલાની લાઈટો બંધ કરવી પડશે”જૈનીતે સૂચના આપી,“ચારેય માળમાં દસ દસ લોકોની
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 63
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 63 લેખક – મેર મેહુલ જૈનીત અને નિધિ ડીંડોલી વિસ્તારમાં આવેલા કોઠાવાળા બંગલાની અગાસી પર શિવાનીના બાળકને શોધી રહ્યા હતાં.અગાસી પર ઘણાબધાં પાણીના ટેન્ક હતાં, બંને એ ટેન્કોને ...Read Moreરહ્યાં હતાં. એક ટેન્કમાં નિધીને કશુંક દેખાયું એટલે તેણે જૈનીત બૂમ પાડી.જૈનીત દોડીને નિધિ પાસે આવ્યો.તેણે ટેન્કમાં નજર કરી તો તેની આંખો પહોળી થઇ ગઇ.એ ખાલી ટેન્કમાં એક નાનું બાળક સુતું હતું,જે શિવાનીનું હતું.તેનાં શરીર પર કેટલાંય ઘાવ હતાં તો પણ એ નિરાંતે ઊંઘી રહ્યું હતું. જૈનીતે એ બાળકને બહાર કાઢ્યું.દર્દ થવાને કારણે એ બાળક રડવા લાગ્યું. “આને સારવારની જરૂર છે”જૈનીતે
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 64
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 64 લેખક – મેર મેહુલ વિક્રમ દેસાઈએ મહેતાની ખોપરીનું નિશાનું લીધું હતું.તર્જની આંગળી ટ્રિગર પર રાખવા ઉગારી બરોબર એ જ સમયે તેનાં હાથ પર જોરદાર ફટકો લાગ્યો અને રિવોલ્વર ...Read Moreદૂર પડી. “કાળ કોઈ દિવસ છોડતો નથી”જૈનીતે અટહાસ્ય કર્યું, “આ લાઇન યાદ છે ને વિક્રમ દેસાઈ!!” “ઓહહ…તો આ એક ષડ્યંત્ર હતું”વિક્રમ દેસાઈએ જમણા હાથની કલાઈને ડાબા હાથ વડે સહેજ મરોડતા કહ્યું. “હા વિક્રમ દેસાઈ,તારી જેવાં લોકો પાપનું મૂળ છે અને મૂળને જડમાંથી જ ઉખેડવું પડે છે”મહેતાએ ડાયલોગ માર્યો. “તો તમે ભૂલ કરો છો મહેતાં સાહેબ,મને મારવો એટલો આસાન નથી.તમે મારાં સામ્રાજ્યમાં ઉભા
  • Read Free
જોકર – સ્ટૉરી એક લુઝરની – 65 (અંતિમ)
જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 65 (અંતિમ) લેખક – મેર મેહુલ જૈનીતે વિક્રમ દેસાઈને ધરાશાય કરી દીધો હતો.નેહા શાહ કોણ હતી એ રહસ્ય હજી બહાર નહોતું આવ્યું પણ તેનાં વિશે જાણીને વિક્રમ દેસાઈના ...Read Moreઉડી ગયાં હતાં. જૈનીતે કોઈને કૉલ કરીને બોલાવી હતી. સૌ દરવાજા પર મીટ માંડીને ઉભાં હતાં.થોડીવારમાં એક સ્ત્રી દરવાજામાંથી પ્રવેશી.એ કૌશલ્યાબેન હતાં.કૌશલ્યાબેન એટલે બીજું કોઈ નહિ પણ જૈનીતના બડી જ.વિક્રમ દેસાઈને કારણે જેઓના પર બે વર્ષ સુધી અત્યાચાર થયાં હતાં,અગાઉ જણાવ્યું હતું એ મુજબ સ્ત્રીઓનું સૌથી કિંમતી ઘરેણું તેનું સન્માન,તેની ઈજ્જત હોય છે.વિક્રમ દેસાઈએ જે છીનવી લીધું હતું. તેઓ અંદર આવ્યાં
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Classic Stories | Mehul Mer Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Novel Episodes
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Humour stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Social Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything
Mehul Mer

Mehul Mer Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2022,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.