અપરાધ - ભાગ - ૯

(32)
  • 4.6k
  • 2
  • 1.6k

વિલાસની ચીસ સાંભળી હવન કુંડ તરફ દરેક વ્યક્તિએ નજર કરી. અત્યારે હાજર દરેકને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. હવનના ચારેય ખુણા પર કળશ પ્રગટ થયા હતા અને દરેક કળશ માંથી લોહી છલકાઈને બહાર આવતું હતું. ધીરે ધીરે તે લોહી સમગ્ર હવન કુંડ ને ઘેરવા લાગ્યું અને પળવારમાં જ માટી મા પરિવર્તિત થઈ ગયું. થોડીવાર ની ચૂપકીદી બાદ અવિનાશ થોથવાતા અવાજે બોલ્યો "કોઈ પણ આ માટીને સ્પર્શ ના કરતા." “બધા ઘરની બહાર નીકળો.” અવિનાશ દર મિશ્રિત અવાજમાં બોલ્યો. ઘરના બધા જ સભ્યો ઘરની બહાર આવેલા બગીચામાં આવ્યા. “તો શું કેતનભાઈ સાથે પણ