રાજકારણની રાણી - ૯

(55)
  • 5.8k
  • 1
  • 3.3k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૯ જતિને પોતાનો એક મોબાઇલ બંધ કરી દીધો હતો. તેને ખબર હતી કે અંગત પળોનો વીડિયો વાઇરલ થયા પછી તેના પર મીડિયાના સવાલોનો મારો શરૂ થઇ જવાનો હતો. તેનાથી બચવા મોબાઇલ બંધ કરીને એકાંતવાસમાં જવાનો ઉપાય જ શ્રેષ્ઠ હતો. તેણે ઇમરજન્સી કામ માટે પોતાનો બીજો મોબાઇલ ફોન ચાલુ રાખ્યો હતો. એ મોબાઇલની રીંગ વાગી એટલે ચોંકીને ખિસ્સામાંથી ફોન કાઢી જોયું તો નંબર અજાણ્યો હતો. ફોનમાં સેવ કરેલો નંબર ન હતો. પણ છેલ્લા ત્રણ આંકડા 'ટ્રીપલ ફોર' જોઇ રાહત થઇ કે રવિનાનો ફોન છે. તેણે રવિનાને પોતાનો આ નંબર આપી રાખ્યો હતો. સેવ કર્યો