પ્રેમામ - 15

(12)
  • 2.9k
  • 1.4k

અમારી મિત્રોની ટોળકી વિધિને શોધવા માટે બજાર તરફ નીકળી પડી. વહેલી સવારનો એ તડકો થોડી વધારે ચમક ફેલાવી રહ્યો હતો. એમાંય વળી હવામાં થોડી ઠંડક પ્રસરી હતી. વળી પહાડી વિસ્તાર હતો. હવામાં ઠંડક અહીં વધારેજ હોય. એક હવાની લ્હેરકી આવીને બધાયને ધ્રુજાવતીકને ઓઝલ થઈ ગઈ. મિત્રને ગયે હજું માંડ ચાર દિવસ થયાં હતાં. એમાંય ડોક્ટર લીલીએ પણ આપઘાત કર્યું હતું. જીવનમાં બધું જ દુઃખ અમારા જીવનમાં જ આવીને ઢોલ વગાડી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. અમે ઝડપી પગલે આગળ વધી રહ્યા હતા. જોતજોતામાં બજાર આવી ગયું. અમે ઘેર-ઘેર જઈને વિધિની શોધ કરવા લાગ્યાં. કેટલાંકના મોની ગાળો પણ ખાધી. અને