Premam - 15 books and stories free download online pdf in Gujarati

પ્રેમામ - 15

અમારી મિત્રોની ટોળકી વિધિને શોધવા માટે બજાર તરફ નીકળી પડી. વહેલી સવારનો એ તડકો થોડી વધારે ચમક ફેલાવી રહ્યો હતો. એમાંય વળી હવામાં થોડી ઠંડક પ્રસરી હતી. વળી પહાડી વિસ્તાર હતો. હવામાં ઠંડક અહીં વધારેજ હોય. એક હવાની લ્હેરકી આવીને બધાયને ધ્રુજાવતીકને ઓઝલ થઈ ગઈ. મિત્રને ગયે હજું માંડ ચાર દિવસ થયાં હતાં. એમાંય ડોક્ટર લીલીએ પણ આપઘાત કર્યું હતું. જીવનમાં બધું જ દુઃખ અમારા જીવનમાં જ આવીને ઢોલ વગાડી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું.
અમે ઝડપી પગલે આગળ વધી રહ્યા હતા. જોતજોતામાં બજાર આવી ગયું. અમે ઘેર-ઘેર જઈને વિધિની શોધ કરવા લાગ્યાં. કેટલાંકના મોની ગાળો પણ ખાધી. અને એક વ્યક્તિ તો એવો નિકમ્મો નીકળ્યો કે પોલીસને ફરિયાદ કરી નાખી. અને જ્યારે પોલીસ આવી ત્યારે અમારી આવી બની.


"હેય! કોન હો તુમ લોગ? ઔર ઈન લોગો કો પરેશાન ક્યું કર રહે હો?" ઇન્સ્પેકટર એ કહ્યું.



"સર! હમ યહાં હમારી દોસ્ત કો ખોજતે હુએ આય હૈ. ઉસકા મિલના બહુત જરૂરી હૈ." સિડ એ કહ્યું.



"હા તુમ્હારા જોભી કારણ હો વહ અપને પાસ રખો. યહાં કે લોગો કો પરેશાની નહિં હોની ચહીએ. વરના સબકો અંદર કર દેગા."




"સોરી સર. હમ આગે સે ધ્યાન રખેંગે."

આમ પોલીસ ઇન્સ્પેકટરની વોર્નિંગ બાદ અમે થોડા હચમચી ગયેલાં. પારકો પ્રદેશ હતો. અને એમાંય અમે ઘેર-ઘેર જઈ લોકોને હેરાન કરી રહ્યા હતા. વાંક અમારો જ હતો. અમે પાગલોની જેમ દરદર ભટકી રહ્યા હતા. અમે બજારની સામે આવેલા એક નાનકડાં ઓટલા પર બેઠા. વિધિ ક્યાં છે? કઈ રીતે શોધીશું એને? આ બધી બાબતો કઈ રીતે જણાવીશું? આ વાતો સાંભળી એનું રિએક્શન શું હશે? અમે આ બધાં વિચારોમાં હતાં. એવામાં એક વ્યક્તિ ત્યાં બજાર પાસેથી પસાર થઈ ગઈ.


"એય આ તોહ કદાચ વિધિ હતી." વિવેક એ કહ્યું.


અમેં ઉત્સાહમાં આવી એ છોકરીનો પીછો કરવા લાગ્યાં. એ છોકરીએ અમારા કદમોનો અવાજ સાંભળી પાછળ જોયું. અને અમને જોઈ એ ચિખી અને ત્યાંથી ભાગી નીકળી. ખરેખર તો એ વિધિ નહોતી. અમોને એ કિડનેપર સમજી બેઠી હશે. ખૈર આ પણ અમારું ભ્રમ હતું. અમારી પાસે વિધિનો ફોટો હતો. અમે વિચાર્યું કે, આ ફોટો લઈ અને આસપાસની દુકાનોમાં પુછતાછ કરીશું. અને ત્યાંજ લોટ્રી લાગી. એક બહેન વિધિને ઓળખતાં હતાં. વિધિ તેમનાં જ મકાનમાં ભાડુત હતી. પરંતુ, તેમણે અમને એક અશુભ સમાચાર પણ આપ્યા હતાં. તેમણે જણાવ્યું કે વિધિ એક વિક પહેલાં જ ઘર છોડીને જતી રહેલી. આ વાત મને જરાય પચી નહિં. કારણ કે, બાબાએ પણ કહેલું કે એ એક વિક થી દેખાઈ નથી. અને હવે આ બહેન પણ એજ કહી રહ્યા હતાં. અમને આ બંને વાતોમાં કોઈક કનેક્શન છે એવું લાગ્યું. અમે ટેન્શનમાં હતાં. અમે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું. ઇન્સ્પેકટરએ અમને ઓળખી કાઢ્યા. આ એજ ઇન્સ્પેકટર હતો જેણે અમને વોર્નિંગ આપેલી. પહેલાં તો એ અમારી પર બગડ્યો. પરંતુ, અમે આખી વાત વિસ્તારમાં જણાવી. ત્યારબાદ તેણે કંમ્પ્લેઇન લખી. આમ અચાનક વિધિનું ગાયબ થઈ જવું અમને શંકાસ્પદ લાગી રહ્યું હતું. મારા મનમાં કેટલાંક ખોટા વિચારો પણ આવી ગયાં. પરંતુ હું પાક્કા પાયે જાણતો હતો કે, વિધિ હર્ષની ઇંતેજારીમાં હશે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી એને બે દિવસ થયાં. અમારી પણ પુછતાછ ચાલું હતી. અમે આખોદિવસ આસપાસના લોકોમાં પુછતાછ કરતા રહેતાં. પરંતુ, કોઈ જ જાતની ઇન્ફોર્મેશન હાથે ચઢતી નહિં. અમે મનથી થાકી ગયેલાં. ઉદાસ થઈ ગયેલા. પરંતુ, વિધિને શોધવું આવશ્યક થઈ પડ્યું હતું. હવે બધું જ ખુદાના હાથમાં હતું. અને એવુંજ કંઈક થયું. વિધિના સમાચાર આવ્યા.


ક્રમશઃ