લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 10

(30)
  • 4k
  • 7
  • 1.8k

શુંભમના વિચારો ખાલી દર્શનાને યાદ કરી રહયા હતા. તે સફર કેટલું બધી યાદો ને ફરી જીવીત કરી રહી હતી. એક વર્ષથી જેમની સાથે એકપણ વખત વાત નહોતી થઈ તે દર્શનાનો જયારે સવારે વહેલા ઉઠતા જ ગુડમોનિગનો મેસેજ આવ્યો તે જોઈને દિલ ફરી તેની ચાહતમા ખોવાઈ રહયું હતું. બે દિવસનું કેટલું કામ પેન્ડિંગ પડયું હતું. શુંભમ દુકાને જતા જ સીધો કામમાં લાગી ગયો. કામની સાથે વિચારો પણ હતા. એક બાજું દર્શના સાથેનો પ્રેમ હતો અને બીજી બાજું સ્નેહા સાથે શરૂ થયેલી વાતો. કસ્ટમર સાથેની આપ લે મા વિચારો શુન્ય બની ગયા હતા. વચ્ચે કયારેક સ્નેહાનો મેસેજ આવી