રાજકારણની રાણી - ૧૦   

(65)
  • 6.1k
  • 1
  • 3.3k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦ જતિનને એ રાત યાદ આવી ગઇ. પણ એ રાત્રે તેણે વધુ પ્રમાણમાં દારૂ પીધો હોવાથી મગજમાં ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું ન હતું. એટલું ચોક્કસ યાદ આવી રહ્યું હતું કે તેણે ટીનાના શરીર પર હાથ માર્યો હતો. એ દિવસે સુજાતા બહાર ગઇ હતી અને ટીના તેને અભાનાવસ્થામાં બેડરૂમ તરફ દોરી ગઇ હતી. ત્યારે ટીનાની કાતિલ જવાનીના સ્પર્શથી રગેરગમાં લોહી સાથે કામના દોડવા લાગી હતી. એ રાતને યાદ કરવા મગજ પર જોર આપવા લાગ્યો. તે માથું પકડીને વિચારવા લાગ્યો. વિડીયોમાં વારંવાર જોયું અને ખ્યાલ આવવા લાગ્યો કે એ ટીના સાથેનો જ વિડીયો છે.