જોકર – સ્ટૉરી એક લુઝરની – 55

(58)
  • 5.5k
  • 5
  • 1.8k

જોકર – સ્ટૉરી એક લુઝરની ભાગ – 55 લેખક – મેર મેહુલ “તારી સાથે શું થયું હતું?”ક્રિશાએ ઉત્સાહિત થઈને પૂછ્યું, “વિક્રમ દેસાઈની હાથમાં તું કેવી રીતે આવ્યો?” “જ્યાં ઘરના જ સભ્યો તમારું ભલું ના ઇચ્છતા હોય ત્યાં તમે ગમે તેટલી કોશિશ કરો કોઈ દિવસ સફળ નથી થવાના”જૈનીતે ગુસ્સે થતાં કહ્યું.આ વખતે પણ તેનાં અવાજમાં દર્દ હતો.પણ આ દર્દ ઝખ્મોને કારણે નહોતો.કોઈ વ્યક્તિએ આપેલાં દગાને કારણે હતો. “મતલબ?” ખુશાલે પૂછ્યું, “ શું થયું હતું તારી સાથે?” “હું એ રાત્રે પુરી તૈયારી સાથે નીકળ્યો હતો”જૈનીતે વાત શરૂ કરી. તેણે મને ઘલુડી પાસેનું એડ્રેસ આપ્યું હતું.મારા સ્વાગત માટે તેણે પુરી તૈયારી કરી