જીવનશિક્ષણ વિષયક કેળવણી - 5 - બાપ તેવા બેટા કંઈ એમજ નથી કહેવાયું

  • 3.9k
  • 1.2k

બાપ તેવા બેટા કંઈ એમજ નથી કહેવાયુંડૉ. અતુલ ઉનાગર શહેરની ખ્યાતનામ શાળાની આ વાત છે. કોઈ એક દિવસ સામાન્ય જણાતો પણ અતિ ગંભીર પ્રસંગ બન્યો. એક ચિત્ર શિક્ષક ધોરણ સાતના વર્ગમાં પ્રાયોગિક કાર્ય કરાવી રહ્યા હતા. આ સમયે શાળાનો સેવક શિક્ષકને ઈમરજન્સી ફોનની સૂચના આપી ગયો. શિક્ષકે વર્ગમાં સૌને સૂચના આપતાં કહ્યું કે હું પાંચેક મિનિટમાં આવું છું. વર્ગના મોનિટર દેવાંગને બાજુના વર્ગોમાં ખલેલ ના પહોંચે તે માટે ઉભો કરીને નિરીક્ષણનું કામ સોંપ્યું. વર્ગના દરેક વિદ્યાર્થીને પોતપોતાના ચિત્રકામમાં શાંતિપૂર્વક ચૂપચાપ કલર પુરવાનું કહ્યું. મોનિટરીંગ કરનાર દેવાંગની સામે જોઈને શિક્ષકે કડક શબ્દોમાં કહ્યું