કહીં આગ ન લગ જાએ - 10

(31)
  • 3.6k
  • 1
  • 1.6k

પ્રકરણ- દસમું/૧૦‘કેમ શું થયું? કેમ અહીં આ રીતે બેસી ગઈ?’ હજુ તો વૈશાલીબેન તેનું વાક્ય પૂરું કરે, એ પહેલાં તો અચનાક જ મીરાં તેમના ખોળામાં માથું નાખીને ધ્રુસકે ધ્રુસકે રડવાં લાગી. સડનલી મીરાંને આવું બિહેવિયર કરતાં જોઈને વૈશાલીબેન રીતસર ડઘાઈ જતાં બોલ્યા...‘મીરાં.. !!!‘અરે.. મીરાં, આમ જો જોતો મારી સામું. ચાલ જો, ઊભી થઈ જા તો. અહીં બેસ મારી બાજુમાં. મીરાં..’ મીરાં ઊભી થઈને સોફા પર બેસીને વૈશાલીબેનને વળગીને બસ રડ્યા જ કરી.વૈશાલીબેનને પણ કંઈ જ નહતું સમજાતું. આટલા વર્ષોમાં એમણે, મીરાંને ક્યારેય રડતી નથી જોઈ. અને સાવ આ રીતે અચનાક રીતસર ભાંગી પડી હોય એ રીતે રડતી જોઈને