રાજકારણની રાણી - ૧૩

(62)
  • 5.4k
  • 2
  • 3.3k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૩ સુજાતા સાથે ફોન પર વાત કરીને હતાશ થયેલા જતિનને કંઇક યાદ આવ્યું એટલે દોડીને બેડરૂમમાં પહોંચ્યો અને કેમેરાની જગ્યા શોધવા લાગ્યો. જતિન પહેલા એ જગ્યા પર સૂઇ ગયો જ્યાં ટીના સાથે મસ્તી કરી હતી. ટીના સાથે બેડ પર સંબંધ બાંધવાની કોશિષ કરી હતી એ જગ્યાએથી જતિને જોયું તો ત્યાં દિવાલ હતી. એ ઊભો થઇને દિવાલ પર હાથ ફેરવવા લાગ્યો. તેને કોઇ વસ્તુ ફિટ કરવામાં આવી હોય એવું લાગ્યું નહીં. દિવાલ પર રંગ એવો જ હતો. ક્યાંય કોઇ ધબ્બો પણ ન હતો. મતલબ કે કોઇએ કેમેરો ફિટ કર્યો ન હતો. તે દિવાલ પૂરી