નકશાનો ભેદ - 12

(29)
  • 2.8k
  • 4
  • 1.3k

નકશાનો ભેદ યશવન્ત મહેતા પ્રકરણ – ૧૨ : તસવીર બનાતા હૂં તેરી... ગુનેગારોનાં પગેરાં પામવાનું તે કાંઈ સહેલું કામ છે ? ઘણા કલાકો સુધી તો મનોજ એન્ડ કંપનીના ડિટેક્ટિવોને ફાંફાં જ મારવાં પડ્યાં. છેક બપોર પછી, સૂરજ પશ્ચિમમાં નમી ગયા પછી એમને તનસુખ બારોટ દેખાયો. ત્યારે એ પગે ચાલતો નહોતો, લાલ રંગના એક ફટફટિયા ઉપર મારંમાર કરતો આવતો હતો. પરિણામે મિહિરની યોજના અમલમાં મુકવાનું તાત્કાલિક તો જરાય શક્ય નહોતું. યોજના શી હતી ? મિહિર પાસે એક જરીપુરાણો કેમેરો હતો, અને એ કેમેરા વડે એ શકમંદ તનસુખ બારોટની તસવીરો ઝડપી લેવા માગતો હતો. તનસુખને શક ન જાય એ રીતે એની તસવીર