લવ બ્લડ - પ્રકરણ-44

(72)
  • 4.5k
  • 6
  • 1.9k

લવ બ્લડપ્રકરણ-44 નુપુરે દેબુનો ફોન આવ્યો ત્યારે માં એ કરેલી એની ભૂતકાળની વાતોની અસરમાં હતી. અસર એટલી ઘેરી હતી કે એ બીજું કઈ વિચારી શકે એમ નહોતી એ મનોમન પોતાની જાતને પોતાની માં સાથે સરખાવી રહી હતી. મારાં થી કોઇ ભૂલ થઇ છે ? દેબુ સાથે મેં પ્રેમ કર્યો ભલે શરૂઆત છે પણ શરૂઆતમાંજ મેં મારું સર્વસ્વ સોંપી દીધું છે. આટલી ઉતાવળ શા માટે ? કાલે ઉઠીને કંઇ હા-ના થઇ તો ? નુપુર વધુને વધુ વિચારોમાં ઉતરતી ગઇ કે એ પ્રેમ હતો કે વાસના ? માં કૂબ સુંદર હતી માંએ કબૂલ્યુ કે એને એની સુંદરતાનું અભિમાન હતું એ પણ ઇચ્છતી