અંગત ડાયરી - શિક્ષક કભી સાધારણ નહીં હોતા

  • 7k
  • 1
  • 2.1k

અંગત ડાયરી ============શીર્ષક : શિક્ષક કભી સાધારણ નહીં હોતા.. લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ :૧૩, સપ્ટેમ્બર ૨૦૨૦, રવિવાર શિક્ષક કભી સાધારણ નહિ હોતા..તમે શું માનો છો?હોતા હૈ? કે નહીં હોતા? જરા આસપાસ નજર ફેરવો. શેરીમાં કે સોસાયટીમાં રહેતા દસ શિક્ષકોને યાદ કરો અને પછી જવાબ આપો. કેટલા સાધારણ છે અને કેટલા અસાધારણ? સાધારણ એટલે શું? હાઈસ્કૂલમાં સમીકરણ ઉકેલતા ત્યારે સાહેબ સમજાવતા: આપેલ પદાવલીમાં જે સભ્ય દરેક પદમાં હોય તેને સામાન્ય (સાધારણ કે કોમન) કહેવાય. આખા ટોળામાં હોય એવા સંસ્કાર કે લક્ષણ ધરાવતા વ્યક્તિને સામાન્ય (કોમન) કે સાધારણ વ્યક્તિ કહેવાય. ખાઈ-પીને જલસા કરવા એ આજકાલ આપણી કોમન જીવનશૈલી છે.