ત્રણ વિકલ્પ - 14

(45)
  • 3.2k
  • 4
  • 1.7k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૧૪ નિમિતાના સવાલથી હેમાની કાપો તો પણ લોહી ના નીકળે એવી હાલત થઈ હતી. હોસ્ટેલના ડાઈનિંગ રૂમમાં એકાએક ભૂકંપ આવ્યો હોય એમ હેમાના પગ નીચેની જમીન ધૃજી હતી. જે વાત નિમિતાથી છાની રાખવાની હતી તે વાતની જડ સુધી એ કેવી રીતે પહોંચી હતી? હેમાએ હોસ્ટેલની બધી છોકરીઓને સાવધાન કરી હતી. તો લીલાથી આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ એ હેમા માટે મોટો કોયડો હતો. નિમિતાને કોઈપણ પ્રકારનો શક થાય તો બાજી બગડી શકે છે. એને સંકજામાં લેવા માટે જે વ્યૂહરચના ઘડવામાં આવી હતી તેમાં કોઈ કચાશ રાખવામાં નહોતી આવી. તો શું બે