જીવન સંઘર્ષ

  • 4.1k
  • 980

દર્શનભાઈ ખેતરની પાળ પર ઊભા ઊભા કમોસમી વરસાદ વરસતો જોઈ રહ્યા હતા. મનોમન ભગવાનને જાણે પૂછી રહ્યા હતા કે ભગવાન હજી કેટલી કસોટી બાકી છે જીંદગીની ?• એમની નજર સામેથી જાણે જીંદગી પસાર થઈ રહી. બાળપણમાં રમવાની જગ્યાએ પાળેલાં પશુઓની ચાર લાવતાં, પૂરતું ખાવાનું પણ નહીં. એમને યાદ છે આજે પણ, કોઈના ઘરે મહેમાન આવતાં તો ત્યાં પહોંચી જતાં એ આશાએ કે ચા પીવાની મળશે કે નાસ્તો મળશે. ઘરના કામ, પાળેલાં પશુના કામ કરી જેમતેમ ભણતર પૂરું કરી નોકરી પર લાગ્યા. એક જ બહેન હતી તેને સારું ઘર જોઈ પરણાવી. પોતાના લગ્ન થયા. ઘરની જવાબદારી સાથે સામાજિક રિવાજો નિભાવવાના. પિતા