પવનચક્કીનો ભેદ - 11

(24)
  • 3.6k
  • 4
  • 1.5k

પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૧૧ : ભોંયરામાં તો પડી ચીસ ભરત અંધારામાં લપસી પડ્યો અને ઘણી વાર સુધી તો એ હોશહવાસ ખોઈને પડી જ રહ્યો. પછી જરા ભાનમાં આવ્યો. ધીમે ધીમે અંધારામાં એની આંખો ટેવાતી ગઈ. એણે ઊંચે જોયું. ઉપરનું એક પાટિયું તૂટી પડ્યું હતું અને પોતે એની સાથે નીચે ગબડી પડ્યો હતો. એ પાટિયાથી થોડેક છેટે એક ઉઘાડો ખાંચો હતો. એની નીચે સીડી મૂકીને નીચે ઊતરી શકાય એવું લાગતું હતું. પણ આસપાસમાં સીડી ક્યાંય દેખાતી નહોતી. આજુબાજુ પવનચક્કીની પથ્થરિયા દીવાલો ખૂબ ખરબચડી લાગતી હતી. આવી ભૂંડી દશામાં પોતે આવી પડ્યો, એનો જ ભરત વિચાર કરી રહ્યો