કહીં આગ ન લગ જાએ - 16

(41)
  • 3.6k
  • 2
  • 1.4k

પ્રકરણ- સત્તરમું/૧૭ડીનર લઈને છુટા પડ્યા પછી આશરે સાડા દસ વાગ્યે મીરાં ઘરે આવી. વૈશાલીબેન કોઈ હિન્દી નવલકથાનું પુસ્તક વાંચી રહ્યા હતાં. ફ્રેશ થઈને વૈશાલીબેનની બાજુમાં બેસતાં મીરાં બોલી.‘મમ્મી, આઈ એમ સો હેપ્પી.’ ‘તું ખુબ જ નસીબદાર છે દીકરા. જે સ્થાન સુધી પહોંચવાનું સ્વપ્ન જોવું પણ ગજા બહારની વાત છે, એ સ્વપન જેવી પરિકલ્પનાને તે માત્ર બે જ વર્ષના ટૂંકાસમયગાળામાં નક્કર હકીકત સાબિત કરી બતાવી. તારી આ અણમોલ ખુશી જ મારી સૌથી મોંઘી મૂડી છે.’ ‘પણ મમ્મી, મધુકર તો એમ કહે છે, અમારાં સંબંધનું ઓફિસિયલ એનાઉન્સમેન્ટ, મેરેજ, રીસેપ્શનથી લઈને છેક હનીમુન સુધીનુ બધુ જ હું પ્લાનિંગ કરું. પણ મારા એકલાથી આ બધું