ત્રણ વિકલ્પ - 20

(48)
  • 3.1k
  • 4
  • 1.5k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૨૦ નિમિતા વિચારમગ્ન અવસ્થામાં અજય અને રાકેશને વિદ્યા ઉપર જોર-જબરજસ્તી કરતાં જોતી હતી. એનું દિલ માનવા તૈયાર નથી કે અનુપ બધી છોકરીઓની ગરીબીનો ફાયદો ઉઠાવી વાસનાપૂર્તિ કરે છે. એનું મગજ સુન્ન થયું હોય છે. કોઈ એની સાથે ગંદી મજાક કરતું હોય એવું એને લાગે છે. અંધારામાં વીજળી ચમકે એ રીતે એનું દિલ ઓચિંતું બોલે છે ‘અનુપ કોઈ દિવસ આવા દુષ્કર્મ કરે નહીં.’ અત્યારે પણ નિમિતાનાં મગજ ઉપર દિલ હાવી થાય છે. નિમિતામાં કોણ જાણે ક્યાંથી તાકાત આવે છે. એના બરફની જેમ થીજી ગયેલા શરીરમાં ઓચિંતા ગરમ લોહી વહેવા લાગે છે. એ લોમડીની