પતિ પત્ની અને પ્રેત - 6

(89)
  • 6.8k
  • 4
  • 3.5k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૬રેતા 'વિરેન' ના નામની ચીસ પાડીને પથારીમાં બેઠી થઇ ગઇ. આજે ગિનીતા તેની બાજુમાં જ સૂઇ ગઇ હતી. એ ગભરાઇને જાગી ગઇ. જોયું તો રેતા બે હાથ ફેલાવી 'વિરેન...વિરેન...' ની બૂમો પાડી જાણે એને બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી. તેના કપાળ પર પરસેવો હતો. ડરથી તે ધ્રૂજી રહી હતી. ગિનીતાએ રેતાને હચમચાવી. "ભાભી...ભાભી...આંખો ખોલો...શું થયું છે?"રેતા એક આંચકા સાથે વાસ્તવિકતામાં આવીને આંખો ચોળતી આમતેમ જોવા લાગી. પોતે ઘરના બેડરૂમમાં હતી અને બાજુમાં ગિનીતા એના શરીરને હલાવી રહી હતી. 'ઓહ! તો શું પોતે સપનું જોઇ રહી હતી?" એક પળ તો તેને આ સપનું હતું એમ માની