રાજકારણની રાણી - ૨૬

(56)
  • 5.7k
  • 1
  • 3.1k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૬ જનાર્દનને ખ્યાલ આવી ગયો કે જતિને તેને કહેવા માટે નહીં ધમકી આપવા ફોન કર્યો છે. સુજાતાબેને ટીનાનો ઉપયોગ કરી તેને બદનામ કર્યો હોવાનું રહસ્ય ખૂલી ગયું છે. કોણે જતિનને આ બાતમી આપી દીધી એ જનાર્દનને સમજાતું ન હતું. જો જતિન પાસે તેને બદનામ કરવાના પુરાવા હશે તો સુજાતાબેનનું રાજકારણમાં આગળ વધવાનું સપનું હવે સપનું જ બનીને રહી જશે અને પોતાને પણ નુકસાન જશે. પોતે તો કરોડો રૂપિયાની ઓફર છોડીને સુજાતાબેન પાસે આવ્યો હતો. જતિન અચાનક આવીને આખી બાજી બગાડી નાખશે એવો વિચાર આવી શકે એમ ન હતો. ટીનાને બકરી બનાવી જતિન નામના સિંહનો