ગોડ ગિફ્ટ

  • 3.8k
  • 837

" *ગોડગિફ્ટ* " ************......સંગીતસંધ્યામાં એક યુવાને રફી સાહેબના અવાજમાં સૂરીલું ગીત ગાયું ત્યારે તેમના ચાહકોએ બેસૂરા અવાજમાં કહ્યું ."સાલાને ગોડગિફટ છે ... !!" એ બેસૂરા અવાજમાં બોલાયેલું વાકય હજુ પણ કાનમાં કાંટાની જેમ વાગે છે ... શું છે આ ગોડગિફટ ??? સાવધાન ... ....!!!કોઈની આવડતને, કોઈને કલાને , કોઈના કસબને આવકારવા,પ્રશંસા કરવાને બદલે ખભા ઉલાળીને ફેશનમાં બોલી નાખીએ કે “ આતો ગોડગિફટ છે..!" તો તેની મજાક જ ગણી શકાય . આવડત પાછળની સાધનાની સુગંધ - પરિશ્રમનો પમરાટ અને લાંબી સંઘર્ષયાત્રા તેમાં છુપાયેલી હોય છે. આ બધું ભેગું મળીને આવડતનું એક આંતરિક મેઘધનુષ રચાય છે ત્યારે એ આવડતને આવકારીને