ત્રણ વિકલ્પ - 28

(61)
  • 3.2k
  • 4
  • 1.6k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૨૮ છેલ્લા ત્રણ દિવસ માધવ માટે અનેક આશ્ચર્ય લઈને આવ્યા હતા. ભાઈને કાલે મળ્યો, નિમિતા પણ જીવે છે એ જાણ્યું. નિમિતા અને ભાઈ બન્નેનો સારા ડોક્ટર પાસે ઈલાજ કરાવવાનું વિચારતો હતો. એમાં એક માસૂમ બાળકનો સમાવેશ થયો હતો. માધવ સામે એક પછી એક રહસ્યો ખૂલતાં હતા. વાસંતી જોડેથી બાળક લઈ નિયતિ આશાભરી નજરે માધવ પાસે આવે છે. માધવ ચૂપચાપ એ બાળકને જોયા કરે છે સાથે બધા સભ્યો પણ શાંત થઈ માધવની પ્રતિક્રિયા જોવા તત્પર હોય છે. રૂમમાં માત્ર બાળકની કાલી-ઘેલી અવાજ સિવાય નીરવ શાંતિ થઈ જાય છે. માધવ બાળકને હાથમાં લે છે.