અંગત ડાયરી - જનરેશન ગેપ

  • 4.3k
  • 2
  • 1.2k

અંગત ડાયરી ============શીર્ષક : જનરેશન ગેપ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૨૦, ડીસેમ્બર ૨૦૨૦, રવિવાર તાજું જન્મેલું બાળક એટલે કુદરતની ફેક્ટરીમાં બનતાં મનુષ્ય નામની પ્રોડક્ટનું લેટેસ્ટ વર્ઝન. કંઈ ઘટે નહીં. કહે છે કે નવી પેઢી બહુ ઝડપથી બધું શીખી લે છે. મોબાઈલને મચડ મચડ કરવાથી શરૂ કરી, નાચવું, થીરકવું એ ચપટી વગાડતાં શીખી જાય છે. ‘આપણે આવડાં હતાં ત્યારે આપણને કંઈ ખબર પડતી નહોતી’ એવું ઘણાના મોઢે તમે સાંભળ્યું હશે. આપણે જે માંડ માંડ શીખીએ કે પામીએ છીએ એ નવી પેઢી માટે રમત વાત હોય છે. બે પેઢીઓ વચ્ચે રહેલી અનેક ભિન્નતાઓને કારણે સર્જાતા ગેપને જનરેશન ગેપ કહે છે. ઘણા