અંતિમ આશ્રમ - 2

(55)
  • 3.6k
  • 3
  • 1.9k

રાકેશ ઠક્કર પ્રકરણ-૨ ઉજેશ રાજપરાએ ગહન ચિંતન કરીને 'જીવનલેખા' માટેની નવી નવલકથાના કરારમાં કેટલીક સત્તા તંત્રી જયરામ શેઠને આપી હતી. પહેલાં તો ઉજેશભાઇને આવી કલ્પના જ ન હતી. જયરામ શેઠ આવી શરત મૂકશે એ કલ્પના બહારનું જ નહીં માની શકાય ના એવું હતું. ઉજેશભાઇએ જ્યારે જાણ્યું કે 'વયવંદન જીવન આશ્રમ' કાર્યરત છે અને તેમાં પ્રવેશ મેળવવા માટેની લાયકાત સામાન્ય વૃધ્ધાશ્રમોથી અલગ છે ત્યારે રસ પડ્યો. અને એ આશ્રમ વિશે થોડું જાણ્યા પછી એના પરથી એક અલગ પ્રકારની નવલકથા લખવાનો વિચાર આવ્યો. એક એવી કથા જેમાં જુદા-જુદા વર્ગમાંથી જુદા-જુદા વિચાર ધરાવતા પૈસાદાર લોકોના જીવનની કથની હોય અને તે એકબીજાને સમાંતર ચાલતી