અંગત ડાયરી - મારો ચગે રે પતંગ કેવો સર સર સર..

  • 6.2k
  • 1.5k

*અંગત ડાયરી* ============*શીર્ષક : મારો ચગે રે પતંગ કેવો સર સર સર...* *લેખક : કમલેશ જોષી**ઓલ ઈઝ વેલ*લખ્યા તારીખ : ૧૦, જાન્યુઆરી ૨૦૨૧, રવિવારપતંગોત્સવ અને લગ્નોત્સવમાં ઘણી સામ્યતા છે. પતંગ ચગાવવો એ વિજ્ઞાન અને કળા બંને છે. એક્ઝેટ માપમાં કાણા (કનશિયા) પાડવાનું વિજ્ઞાન જેને ખબર હોય એનો જ પતંગ ઉંચે આકાશે વ્યવસ્થિત ઉડે અને સ્થિર પણ રહે. રાજકારણમાં પણ અમુક લોકોના પતંગ ઉંચે આભમાં ઉડી રહ્યા છે ને! લગ્નમાં પણ મિનીમમ બે વ્યક્તિને એટલે કે હસબંડ અને વાઈફને ફાઈન ટ્યુનીંગ જરૂરી છે એમ પતંગ ઉડાડવામાં પણ ઉડાડનાર અને ચરખી પકડનાર વચ્ચે મસ્ત ટ્યુનીંગ જરૂરી છે. જો ચરખી પકડનાર ચરખી ફીટ જ