પતિ પત્ની અને પ્રેત - ૧૨

(82)
  • 6.5k
  • 1
  • 3.4k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨જામગીરના ચહેરા પર એ સમયના ભાવ આવી ગયા. ડો.ઝાલનની પોતાની પુત્રી ગાંડી થઇ ગઇ હોવાની વાતનું આશ્ચર્ય જામગીરના ચહેરા પર અત્યારે પણ એવું જ જોવા મળી રહ્યું હતું. બધાં એકચિત્ત થઇ જામગીરની વાત સાંભળી રહ્યા હતા. રેતા અને રિલોકના ચહેરા પણ નવાઇથી જામગીરને તાકી રહ્યા હતા. ત્યારે શિવલાલ કલ્પના કરતો હતો કે પોતે જે છોકરીને મળ્યો એ ખરેખર ડો.ઝાલનની ગાંડી છોકરી જયના જ હશે?જામગીર ડો.ઝાલન સાથેની એ મુલાકાતનું અનુસંધાન કરતાં બોલ્યા:"મેં નવાઇથી એમને પૂછ્યું કે તમને ક્યારથી એવું લાગે છે?"ડો.ઝાલને જવાબમાં કહ્યું કે હું એને સારવાર અપાવી પાછો ફર્યો એ પહેલાં ત્યાં મને અંદાજ આવી