કહીં આગ ન લગ જાએ - 22

(45)
  • 3.1k
  • 4
  • 1.4k

પ્રકરણ- બાવીસમું/૨૨અંતે.. ક્યાંય સુધી કબીર તેના રક્તકણમાં વણાયેલી પ્રકૃતિને આધીન થઈને તદ્દન પાયાવિહોણા પરામર્શની સીડીના પગથિયાં ચડતો ગયો અને.. એ બહાને અજાણતાં જ તે પોતાની જાતને પતનની ખાઈ તરફ ધકેલાતો રહ્યો. એ રાત્રે........મધુકર તેના શિસ્તપાલનના જડ નિયમને આધીન નિયત સમય અનુસાર નિંદ્રાધીન થઇ ગયા બાદ....મીરાં મોડે સુધી વિમાસણ ભર્યા તર્ક-વિતર્કના વિચારવૃંદમાં ભટકીને થાકી ગયા પછી ફર્સ્ટ ફલોર પર આવેલાં બેડરૂમની બહાર નીકળી, નીચે ડ્રોઈંગરૂમમાં આવી. ત્યારે વોલ ક્લોક સમય બતાવી રહી હતી..રાત્રિના ૧૧:૫૦ નો.થોડીવાર આંખો મીંચીને સોફા પર પડી રહ્યા પછી વિચાર્યું કે, ફૂલ સાઈઝનો મગ ભરીને ફેવરીટ કોફી બનાવીને પછી નિરાંતે ઉપર બેડરૂમને અડીને આવેલી બાલ્કનીમાં જઈને મિશ્ર લાગણીની