બડી બિંદી વાલી બંદી - 3 - છેલ્લો ભાગ

(51)
  • 3.5k
  • 2
  • 1.4k

બડી બિંદી વાલી બંદી’પ્રકરણ ત્રીજું /૩ (અંતિમ)મંચની મધ્યમાં એકબીજાની નીતરતી લાગણીની ઉષ્માનો સંચાર કરતાં પરસ્પર તેઓની હથેળીઓ ગૂંથીને પરમાનંદની ક્ષણો માણતાં રજત અને સારિકા ઊભા હતાં. રશ્મિ, ભાર્ગવી અને અનિકેતને પણ, અચાનક આ અકથનીય, અકપ્નીય નજારો દ્રશ્યમાન થતાં સૌ નિ:શબ્દ થઈને મોઢું અને ડોળા ફાડી, સ્ટેચ્યુ થઈને જોતાં જ રહી ગયાં.શરમાતાં શરમાતાં સારિકાએ તન્વી તરફ નજર કરતાં જ તન્વીએ દોડતાં આવીનેઆનંદાશ્રુ સાથે સારિકાને બથ ભરી લીધી. આ આનંદાતિરેકની ઘડીના અનુભૂતિનો અનુવાદ કરવો બન્ને માટે અશક્ય તો હતું જ પણ, તન્વીની પરિકલ્પનાના પલડામાં આનંદ કરતાં આશ્ચર્યનું પલડું ભારે હતું. જીવનભર એક જ ગતિ અને દાયરાની પરિઘમાં ચાલી આવતી સારિકાની ધરબાયેલી ઊર્મીનો ગ્રાફ