સંકલ્પ - એક અતૂટ જોડાણ - 12

  • 3.6k
  • 1
  • 1.2k

લાગી તારી માયા, પડ્યો તારો મોહ.. મહાદેવની ધૂન, શંકરાનો વિચાર... સવારે 6 વાગ્યે શ્રુતિ ઉઠી ગઈ, એને ખૂબ શરદી થઈ ગઈ હતી, પણ એ તરફ ધ્યાન ન આપતા એ હાલ તો માત્ર ફરવા પ્રત્યે ધ્યાન આપી રહી હતી. એ અને એના પપ્પા નાસ્તો કરવા ગયા ત્યારે ટુરના અન્ય સદસ્યો હજુ થાકને કારણે આવ્યા નહતાં. એ લોકો તો રૂમમાંથી બહાર નીકળવાની પણ ના પાડી રહ્યા હતા. નાસ્તામાં ગરમાંગરમ બ્રેડપકોડા બન્યા હતા. શ્રુતિએ ડાઇનિંગ એરિયામાં અન્ય કેટલાક અજાણ્યા 5-6 જણાને જોયા, એ લોકો પણ એમની સાથે નાસ્તો કરી રહ્યા હતા. તરત એણે ત્યાંથી દૂર ઉભેલા ટુર મેનેજરને જઈને એ લોકો વિશે પૂછ્યું,