પતિ પત્ની અને પ્રેત - ૧૪

(88)
  • 6k
  • 2
  • 3.2k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૧૪નરવીર નાગદાને પત્ની તરીકે સ્વીકારી રહ્યો ન હતો. નાગદા એની પત્ની તરીકેનો હક્ક ભોગવવા ઉતાવળી બની હતી. નાગદાએ પોતાના રૂપનો જાદૂ ચલાવી જોયો એમાં સફળ થઇ ન હતી. નાગદાને થયું કે આ કમાલનો પુરુષ છે. રૂપનો જામ એના મોં સુધી આપું છું છતાં તરસ્યો જ રહે છે. હું રૂપનો કટકો છું. મારો લટકો સવા લાખનો છે. કોઇપણ પુરુષને દિલથી ઘાયલ કરે એવી મારી કંચનવર્ણી કાયા છે. એનાથી નરવીર મોહિત થઇ રહ્યો નથી. મારા અંગેઅંગ ખીલતી ગુલાબની પાંખડીઓ જેવા છે. બીજો કોઇ પુરુષ હોય તો આવું દઝાડતું રૂપ જોઇને મારી કાયાને ભીંસી નાખે. આ નર દૂર