પતિ પત્ની અને પ્રેત - ૧૬

(90)
  • 6.1k
  • 4
  • 3.2k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૧૬ નાગદાએ જામગીરને જોયા પછી તેના મનમાં જાતજાતના વિચાર આવી ગયા. પિતા ડૉ.ઝાલનના ખાસ મિત્ર એવા જામગીરકાકા અહીં કેમ આવ્યા હશે? એ મારા આ ચહેરાને ઓળખતા નથી પણ હું પિતાના ઘરમાં જ રહું છું એટલે કોઇ શંકા ઊભી થઇ શકે છે. એવી કોઇ શંકાને જામગીરકાકાના મનમાં સ્થાન જ ના રહે એ માટે નાગદાએ મનથી સ્વસ્થ થઇ અજાણ્યા થઇ નવાઇથી પૂછ્યું:"કોણ છો તમે?"જામગીર નાગદાને જોઇ રહ્યા. તેનો ચહેરો જયના સાથે કોઇ રીતે મળતો આવતો ન હતો. ચિલ્વા ભગતે શા માટે અહીં મોકલ્યા છે એનો એમને અંદાજ આવી રહ્યો ન હતો. નાગદાને જવાબ આપતાં જામગીરે કહ્યું:"હું ગામનો એક