સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૭

(46)
  • 4.2k
  • 4
  • 2k

સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ – ૭ મહેશ અને કુસુમ આધાતમાં શું થઈ રહ્યું છે એ સમજવાની કોશિશ કરતાં હતાં ચમન ખબર નહીં ક્યાં જતો રહ્યો હતો. મહેશ એક નોકરને બોલવી ચમનને બોલાવવાનું કહે છે. બંગલાની અંદર મહેશ નોકરની સાથે વાત કરતો હતો એ સમયે વિજય ગાડિમાં બંગલાની બહાર જતો રહે છે. બંગલાથી થોડે દૂર જઇ ગાડિ ઉભી રાખી મોબાઇલમાં હેન્ડસ ફ્રી ભરાવી કશુંક સાંભળવા લાગે છે. થોડીવારમાં ચમન ડાઈનિંગહોલમાં આવી શ્વાસ લીધાં વગર બોલે છે: “સર... તમે I Card જોયું? બે વર્ષ પહેલાં જે છોકરીને આપણે મારી બંગલાની પાછળ દફનાવી છે... એ નીલમનું I Card છે