પતિ પત્ની અને પ્રેત - ૧૯

(88)
  • 6.7k
  • 3
  • 3.3k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૧૯જામગીરની મજબૂરી જાણવાની બધાંની ઉત્સુક્તા વધી ગઇ હતી. ડૉ.ઝાલને જયનાની હત્યા કરી હતી એ વાતની જામગીરને ખબર હતી છતાં તેમણે લોકોને જણાવી ન હતી. જામગીરની આંખોમાં દર્દ આંસુ બનીને છલકાયું. રેતાએ એમને રડવા દીધા. જામગીરે પોતાના પર કાબૂ મેળવી કહેવાનું શરૂ કર્યું:"બેટા, ડૉ.ઝાલન જે હંસા સાથે લગ્ન કરવા માગતા હતા એ મારી દીકરી જેવી હતી. મારા ભાઇ ગીગાગીરની એ દીકરી હતી. ઘણાં વર્ષોથી અમારી વચ્ચે સંબંધ નથી. મારા પિતાની જમીનના ભાગ પાડવામાં આવ્યા ત્યારે પરિવારમાં વિવાદ થયો હતો. અમે બધાં અલગ થઇ ગયા હતા. અમારી વચ્ચેનો સંબંધ કપાઇ ગયો હતો. મને ડૉ.ઝાલને જ્યારે કહ્યું કે