અહંકાર - 7

(87)
  • 4.8k
  • 7
  • 2.6k

અહંકાર – 7 લેખક – મેર મેહુલ જીપ ચોકીનાં પરસાળમાં પ્રવેશી ત્યારે પરસાળમાં બે કાર પડી હતી. જેમાંથી એક કાર ડૉ. એસ. ડી. પ્રજાપતિની હતી જ્યારે બીજી કાર ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સાગરની હતી. આ એ જ સાગર હતો જેણે શ્વેતાનાં મર્ડર કેસમાં રીટાની ફિંગરપ્રિન્ટ મેચ કરી હતી. અફસોસ, એ બળવંતરાયનું જ કાવતરું હતું. જયપાલસિંહ જ્યારે તુલસી પાર્કમાંથી નીકળ્યો હતો ત્યારે આ તેણે આ બંને એક્સપર્ટને કૉલ કરીને બોલાવી લીધાં હતાં. ચારેય છોકરાને જીપમાંથી ઉતારવામાં આવ્યા, ત્યારબાદ પહેલાં તેની આંગળીઓની ફિંગરપ્રિન્ટ લેવામાં આવી અને પછી બધાનાં બોડી ટેસ્ટ કરવામાં આવ્યાં. બોડી ટેસ્ટમાં યુરિન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, શરીર પરનાં નિશાનની તપાસ