અહંકાર - 9

(90)
  • 5.3k
  • 8
  • 2.6k

અહંકાર – 9 લેખક – મેર મેહુલ સવારનાં સાડા નવ થયાં હતાં. જયપાલસિંહ પોતાની ઓફિસમાં પહોંચ્યો ત્યારે ટેબલ પર ચાર ફાઇલ પડી. જેમાં પહેલી ફાઈલમાં ફિંગરપ્રિન્ટનાં રિપોર્ટ હતાં, બીજી ફાઈલમાં બ્લડ રિપોર્ટ હતાં, ત્રીજી ફાઈલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતાં અને સૌથી નીચેની ફાઈલમાં જુદા જુદા એંગલથી લીધેલાં ફોટા હતાં. આ ફાઈલો ઉપરાંત ટેબલની પાસે એક બોક્સ પણ પડ્યું હતું જેમાં બધા એવિડન્સ હતાં. જયપાલસિંહનાં ચહેરા પર સવારની તાજગી અને બધા રિપોર્ટ વાંચવાની ઉત્કંટા સાફસાફ દેખાય રહી હતી. જયપાલસિંહ પોતાની ખુરશી પર જઈને બેઠો, કેપ કાઢીને ટેબલ પર રાખી અને પેન બોક્સમાંથી પેન્સિલ લઈને પહેલી ફાઇલ ઉઠાવી. બરાબર એ જ