રાજકારણની રાણી - ૪૧

(68)
  • 4.7k
  • 2
  • 2.7k

રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૧ ચાર દિવસ પછી હિમાની પાછી ફરી ત્યારે થાકી ગઇ હતી. પરંતુ તેના મોં પર સુજાતાબેન વિશે વાત કરવાનો ઉત્સાહ ઘણો હતો.જનાર્દન કહે:"હિમાની, તું તો લગ્નમાં મહાલીને આવી હોય એટલી ખુશ છે..."હિમાની ખુશ થતાં બોલી:"એવું જ સમજો ને! એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચાર માટે દોડી દોડીને પગ દુ:ખી ગયા છે. પણ સાચું કહું તો દરેક જગ્યાએ ઉત્સવ જેવો માહોલ હતો. આ ચૂંટણી તો મારા માટે યાદગાર બની જવાની છે. પક્ષ તરફથી અમારી એટલી સરભરા થઇ કે વાત જ પૂછશો નહીં. સુજાતાબેનના તમે માનપાન જોયા હોય તો મોંમાં આંગળા નાખી જાવ. બધાં એમને સલામ ભરતા હતા.