રાજકારણની રાણી - ૪૩

(67)
  • 5.4k
  • 3
  • 2.7k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૩ સુજાતાબેન મંત્રીપદ મળે તો પણ સ્વીકારવાના નથી એ જાણી જનાર્દન વધારે આશ્ચર્ય પામ્યો હતો. આજના રાજકારણીઓ હોદ્દા માટે ન જાણે કેવા કેવા ખેલ કરતા હોય છે ત્યારે સુજાતાબેન એનાથી દૂર રહેવા માગતા હતા. એમના જેવા અપેક્ષા વગરના સીધાસાદા રાજકારણી આ જમાનામાં શોધવા મુશ્કેલ છે. વિશ્લેષકો મતે આ વખતની ચૂંટણીમાં 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' ને બહુમતિ મળે એવી શકયતા નહીંવત ગણાતી હતી. પરંતુ સુજાતાબેન પક્ષમાં આવ્યા પછી ચિત્ર જ જાણે બદલાઇ ગયું છે. એ પોતે તો બિનહરિફ ચૂંટાયા અને પક્ષની પહેલી વિધાનસભા બેઠક પાકી કરી આપી પછી ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરીને વાતાવરણને પક્ષ તરફી રાખવામાં