અનંત સફરનાં સાથી - 9

(29)
  • 3.8k
  • 1
  • 1.5k

૯.નીલી આંખો સવારે ચંદ્ર વાટિકા મેરેજ હોલમાં અંકિતા અને અભિનવના લગ્નની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. મંડપ, મહેમાનો માટે જમવાની-બેસવાની સુવિધા, વેલકમ ગેઈટ પરથી મંડપ સુધી રેડ કાર્પેટ પાથરેલુ હતું. બધી તૈયારીઓ પૂરી દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. "બેટા, રાત્રે સાડા દશે મેરેજ હોલ ફરી કોલોની વાળાને સોંપી દેવાનો છે. તો બધી વ્યવસ્થા સમયને ધ્યાનમાં રાખીને કરજો." રાજુભાઈએ આવીને શ્યામને કહ્યું. "કાકા, બધું સમય અનુસાર થઈ જાશે. તમે ચિંતા નાં કરો." શ્યામે રાજુભાઈને ચિંતામુક્ત થવા જણાવ્યું. શ્યામ શુભમ સાથે મળીને ફરી કામમાં લાગી ગયો. "ભાઈ, કાલે સંગીત ફંકશનમા તન્વીને જોવાનું તારું થોડું વધી ન હતું રહ્યું??" અચાનક જ શ્યામે શુભમના