OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Anant Safarna Sathi by Sujal B. Patel | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. અનંત સફરનાં સાથી - Novels
અનંત સફરનાં સાથી by Sujal B. Patel in Gujarati
Novels

અનંત સફરનાં સાથી - Novels

by Sujal B. Patel Matrubharti Verified in Gujarati Fiction Stories

(1.3k)
  • 56k

  • 132.5k

  • 45

પ્રસ્તાવના દુનિયામાં દરેક લોકો સપનાં જોતાં હોય છે. સપનાંઓ જોયાં પછી તેને પૂરાં કરવાની હિંમત અમુક લોકોમાં જ હોય છે. કારણ કે સપનાં બે પ્રકારનાં હોય છે. એક ખુલ્લી આંખોએ જોયેલાં સપનાં અને એક બંધ આંખોએ જોયેલાં સપનાં.!! જેમને ...Read Moreકરવાં જે લોકો હિંમત બતાવે છે. એ લોકો પર દુનિયા હસવાનું જ કામ કરે છે. તેમને પાગલ જ સમજે છે. સપનાં જોવામાં કંઈ ખોટું નથી. સપનાં જોયાં પછી તેને પૂરાં કરવાં કોઈ ગુનો નથી. છતાંય સપનાંની દુનિયામાં જીવતાં લોકો માટે દુનિયા તેમને પાગલ કહ્યાં વગર રહેતી નથી. એમાંય જ્યારે સપનું બંધ આંખોએ જોયેલું હોય.‌ ત્યારે તેને પૂરાં કરવામાં બહું બધી

Read Full Story
Download on Mobile

અનંત સફરનાં સાથી - Novels

અનંત સફરનાં સાથી - 1
પ્રસ્તાવના દુનિયામાં દરેક લોકો સપનાં જોતાં હોય છે. સપનાંઓ જોયાં પછી તેને પૂરાં કરવાની હિંમત અમુક લોકોમાં જ હોય છે. કારણ કે સપનાં બે પ્રકારનાં હોય છે. એક ખુલ્લી આંખોએ જોયેલાં સપનાં અને એક બંધ આંખોએ જોયેલાં સપનાં.!! જેમને ...Read Moreકરવાં જે લોકો હિંમત બતાવે છે. એ લોકો પર દુનિયા હસવાનું જ કામ કરે છે. તેમને પાગલ જ સમજે છે. સપનાં જોવામાં કંઈ ખોટું નથી. સપનાં જોયાં પછી તેને પૂરાં કરવાં કોઈ ગુનો નથી. છતાંય સપનાંની દુનિયામાં જીવતાં લોકો માટે દુનિયા તેમને પાગલ કહ્યાં વગર રહેતી નથી. એમાંય જ્યારે સપનું બંધ આંખોએ જોયેલું હોય.‌ ત્યારે તેને પૂરાં કરવામાં બહું બધી
  • Read Free
અનંત સફરનાં સાથી - 2
૨.એક મક્કમ નિર્ણય વહેલી સવારે જ્યારે રાહીની આંખ ખુલી. ત્યારે સવારનાં પાંચ થયાં હતાં. રાહી ઉઠીને જોગિંગ સુટ પહેરીને જોગિંગ પર નીકળી ગઈ. અમુક વખતે મનને શાંત કરવાં મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવા રાહી જોગિંગનો રસ્તો અપનાવતી. આમ તો ...Read Moreમોડાં સુધી સુવાની આદત હતી. પણ રાહી પોતાની મુસીબતનો રસ્તો બીજું કોઈ શોધી આપશે. એવી ખોટી ઉમ્મીદ કોઈ પાસે રાખી નાં શકતી. બસ એનાં જ કારણે તે ક્યારેક વહેલાં ઉઠીને એક અલગ સફર પર નીકળી પડતી. જેનો એક અંત તો હતો. પણ એમાંય એક નવી શરૂઆત છુપાયેલી હતી. રાહી ઘરેથી દોડતી આવીને વસ્ત્રાપુર તળાવ પાસે એક ઝાડ નીચે રહેલાં બાંકડા
  • Read Free
અનંત સફરનાં સાથી - 3
૩.નવી લડાઈ "પપ્પા પ્લીઝ આવું નાં કરો. મારું બનારસ જવું જરૂરી છે." રાહી મહાદેવભાઈ આગળ વિનંતી કરી રહી હતી. "કહ્યું ને તું ક્યાંય નહીં જાય. આ વખતે તારી એક પણ જીદ્દ નહીં ચાલે." મહાદેવભાઈ તેમનાં નિર્ણય પર મક્કમ હતાં. ...Read Moreપપ્પા.." રાહી આગળ કંઈ બોલે. એ પહેલાં જ તેનાં ગાલ પર એક થપ્પડ પડી. એ સાથે જ રાહીની આંખ પણ ખુલી ગઈ. તેણે ઉભાં થઈને રૂમમાં ચારેતરફ નજર કરી. રૂમ આખો ખાલી હતો. દિવાલ પર લટકતી ઘડિયાળ સવારનાં સાતનો સમય બતાવી રહી હતી. રાહીના કપાળે ઠંડીમાં પણ પરસેવાની બુંદો બાઝી ગઈ હતી. તેણે થોડીવાર પહેલાં જ એક ભયંકર સપનું જોયું
  • Read Free
અનંત સફરનાં સાથી - 4
૪. ચિંતાની પળો ગૌરીબેન ઘણું વિચારવા છતાંય કંઈ કરી નાં શકતાં. જ્યારે રાધિકા બધું સમજવાં છતાં ચુપ બેસી રહે એવી ન હતી. રાહીને પ્રેમથી કોઈ બે શબ્દો કહે કે રાહી તરત પીગળી જતી. જ્યારે રાધિકાની તો રગરગમાં જાસૂસી દોડતી ...Read Moreતે એક ચાલતું ફરતું તોફાન હતી. જેને પોતાનું કોઈ પણ કામ કરવાથી કોઈ રોકી નાં શકતું. તેનાં મનમાં પણ મહાદેવભાઈનો‌ બદલતો સ્વભાવ જ દોડી રહ્યો હતો. ઘણી વખત વિચાર્યા પછી તેણે મોબાઈલ હાથમાં લઈને એક નંબર ડાયલ કર્યો. "હેલ્લો, આટલી રાતે પણ તને શાંતિ નથી હો." સામે છેડેથી ભર નીંદરમાં એક છોકરાનો અવાજ આવ્યો. "મારો જન્મ જ ધરતી પર વાવાઝોડું
  • Read Free
અનંત સફરનાં સાથી - 5
૫. વેલેન્ટાઈન ડે રાધિકા દાદીના રૂમમાં આવી પહોંચી હતી. રાહી પણ તેની પાછળ આવી પહોંચી. રાધિકાએ એક ગુલાબ દાદીને પણ‌ આપ્યું. દાદીના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. હવે દાદી પાસેથી તેની અને દાદાની લવ સ્ટોરીનો એક કિસ્સો સાંભળવાનો સમય ...Read Moreરાહી અને રાધિકા તેમની સામે આવીને બેસી ગઈ. "ત્યારે આ દિવસનું કંઈ ખાસ મહત્વ ન હતું. અમુક જ લોકો આ દિવસ વિશે જાણતાં હતાં. પણ તારાં દાદાએ સોશ્યલ મીડિયા પર આ દિવસ વિશે વાંચ્યું. તો તેમણે એમાંથી જ અમારા બંને માટે ઘરની અંદર જ અમારા રૂમની નાની એવી બાલ્કનીમા કેન્ડલ લાઈટ ડિનર ઓર્ગેનાઈઝ કર્યું હતું. બસ એ જોઈને મારી ખુશીનો
  • Read Free
અનંત સફરનાં સાથી - 6
૬. સફર રાહી અને રાધિકા રાતનાં આઠ વાગ્યે પોતાનો બધો સામાન લઈને હોલમાં આવી. મહાદેવભાઈ અને દાદી બંને સોફા પર બેઠાં હતાં. ગૌરીબેન કિચનમાંથી એક વાટકામાં દહીં અને ખાંડ લઈને આવ્યાં. "જતાં પહેલાં મોઢું મીઠું કરી લે. તારું કોમ્પિટિશન ...Read Moreત્યારે તો હું ત્યાં નહીં હોય. એટલે અત્યારે જ તને આશીર્વાદ અને શુભકામનાઓ આપી દઉં." ગૌરીબેને એક ચમચી ભરીને દહીં અને ખાંડ રાહીના મોં તરફ લંબાવીને કહ્યું. રાહી ચમચી મોંમાં મૂકીને સ્માઈલ કરવાં લાગી. ત્યાં અચાનક જ રાધિકા ગૌરીબેન સામે આવીને ઉભી રહી ગઈ. "મને પણ દહીં અને ખાંડ ખવડાવ. માન્યું કે મારે કોઈ કોમ્પિટિશનમા પાર્ટીસિપેટ નથી કરવાનું. પણ હું
  • Read Free
અનંત સફરનાં સાથી - 7
૭.સંજોગ કે સંકેત વહેલી સવારે મિશ્રા નિવાસમાં ખૂબ જ ચહલપહલ મચી હતી. ઘરનાં ગાર્ડનમાં હલ્દીની રસમની તૈયારીઓ થઈ રહી હતી. આખાં ઘર અને ગાર્ડનને પીળાં ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. અંકિતાના મમ્મી પીળી બનારસી સાડી પહેરીને બધી તૈયારી જોઈ ...Read Moreહતાં. કોઈ વસ્તુની ખામી નાં રહે. એ અંગે વારેવારે બધાંને સચેત પણ કરી રહ્યાં હતાં. ત્યાં જ અંદરથી રાજુભાઈ સફેદ ચૂડીદાર અને પીળાં કુર્તામા સજ્જ થઈને આવ્યાં. "શાને આટલી ચિંતા કરો છો. બધું બેસ્ટ જ થશે. આપણી લાડલી દિકરીનાં લગ્ન છે. કોઈ ખામી થોડી આવવાં દેશું." રાજુભાઈએ દામિનીબેનને ગાર્ડનમાં પડેલી એક ચેર પર બેસાડીને કહ્યું. દામિનીબેન ચારેતરફ એક નજર કરીને મુસ્કુરાઈ
  • Read Free
અનંત સફરનાં સાથી - 8
૮. સંગીત સંધ્યા રાહી પોતાનાં રૂમમાં બેસીને હાથમાં શિવાંશનુ નામ જોઈ રહી હતી. તેનાં મનમાં અલગ પ્રકારની દુવિધા ચાલી રહી હતી. જે રાહી સમજી શકવા સક્ષમ ન હતી. "હું તો અહીં કંઈક બીજું જ શોધવાં આવી હતી. તો આ ...Read Moreમને ક્યાં ફસાવી દીધી છે મહાદેવ??" રાહીના મનમાં એક સવાલ ઉત્પન્ન થયો. જેનો જવાબ તેની ખુદની પાસે જ ન હતો. મહેંદી સુકાઈ જતાં રાહીએ તેનાં પર લાગેલ સૂકી મહેંદીની પોપડીઓ દૂર કરી. મહેંદી એકદમ ઘેરાં લાલ-મરુન રંગની ચડી હતી. જેમાં 'શિવાંશ' નામ એક અલગ જ ચમક પકડી રહ્યું હતું. "દીદુ, સાંજના ફંકશન માટે મને તૈયાર કરી આપો ને." અચાનક જ
  • Read Free
અનંત સફરનાં સાથી - 9
૯.નીલી આંખો સવારે ચંદ્ર વાટિકા મેરેજ હોલમાં અંકિતા અને અભિનવના લગ્નની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. મંડપ, મહેમાનો માટે જમવાની-બેસવાની સુવિધા, વેલકમ ગેઈટ પરથી મંડપ સુધી રેડ કાર્પેટ પાથરેલુ હતું. બધી તૈયારીઓ પૂરી દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. "બેટા, ...Read Moreસાડા દશે મેરેજ હોલ ફરી કોલોની વાળાને સોંપી દેવાનો છે. તો બધી વ્યવસ્થા સમયને ધ્યાનમાં રાખીને કરજો." રાજુભાઈએ આવીને શ્યામને કહ્યું. "કાકા, બધું સમય અનુસાર થઈ જાશે. તમે ચિંતા નાં કરો." શ્યામે રાજુભાઈને ચિંતામુક્ત થવા જણાવ્યું. શ્યામ શુભમ સાથે મળીને ફરી કામમાં લાગી ગયો. "ભાઈ, કાલે સંગીત ફંકશનમા તન્વીને જોવાનું તારું થોડું વધી ન હતું રહ્યું??" અચાનક જ શ્યામે શુભમના
  • Read Free
અનંત સફરનાં સાથી - 10
૧૦. વિશ્વાસ વહેલી સવારે મિશ્રા નિવાસમાં રાહી ઉઠીને પોતાનું બેગ પેક કરી રહી હતી. રાધિકા પણ યાદ કરીને બધો સામાન તેનાં બેગમાં જમાવી રહી હતી. તન્વી તો ઉઠી પણ ના હતી. અચાનક જ રાધિકાના હાથમાંથી તેનું મેક-અપ બોક્સ પડી ...Read Moreત્યારે તન્વી આંખો ચોળતી ઉભી થઈ. "આ શું?? તમે બંને ક્યાંય જવાની તૈયારી કરો છો??" તન્વીએ રાહી અને રાધિકાના બેગ તરફ નજર કરીને પૂછ્યું. "હાં, લગ્ન માટે જ આવ્યાં હતાં. તો હવે જવું જ જોઈએ." રાહીએ બેગની ચેન બંધ કરતાં કહ્યું. "પણ તે તો અહીં બનારસમાં એક ફેશન ડિઝાઈનિંગ કોમ્પિટિશનમા પાર્ટીસિપેટ કર્યું છે ને.!! તો એ કર્યા વગર કંઈ રીતે
  • Read Free
અનંત સફરનાં સાથી - 11
૧૧.અસ્સી ઘાટ શિવાંશના કાને અચાનક જ મ્યુઝિકનો અવાજ પડતાં જ તેની આંખો ખુલી. તેણે એક નજર ઘડિયાળ તરફ કરી. ઘડિયાળમાં નવ વાગી રહ્યાં હતાં. શિવાંશ રાત્રે મોડો સૂતો હતો. એટલે તેની આંખ મોડી ખુલી. મ્યુઝિકનો અવાજ કાને નાં પડ્યો ...Read Moreતો હજું પણ ઉંઘ ઉડવાની કોઈ શક્યતાં ન હતી. શિવાંશ ચાદર હટાવીને ટુવાલ લઈને બાથરૂમ તરફ આગળ વધી ગયો. નાહીને તેને કંઈક સારું મહેસૂસ થયું. થોડાં દિવસનો જે થાક હતો. એ તરત જ ઉતરી ગયો. છતાંય મુંબઈ કરતાં અહીં તેને એટલું કામ નાં રહેતું. શિવાંશ તૈયાર થઈને રૂમની બહાર નીકળ્યો. બહાર તો કંઈક અલગ જ માહોલ હતો. કાલ શિવાંશ જે
  • Read Free
અનંત સફરનાં સાથી - 12
૧૨.બદલતાં અહેસાસ અસ્સી ઘાટની આરતીમાથી આવીને બધાં સૂઈ ગયાં. રાહી અને શિવાંશ બંને પોતાનાં દિલનાં બદલતાં અહેસાસ સાથે લડી રહ્યાં હતાં. એ બંને એકબીજા માટે નથી બન્યાં. એવું ખુદને અને પોતાની અંદર રહેલાં નાજુક દિલને સમજાવવાની કોશિશ કરી રહ્યાં ...Read Moreજ્યાં બીજી તરફ રાધિકા તો બંનેને નજીક આવતાં જોઈને ખુશ હતી. પણ રાહી શિવને ભૂલી ન હતી. એ તેને ભૂલવા માંગતી પણ ન હતી. રાહી અને શિવાંશ અસ્સી ઘાટ પરથી આવ્યાં પછી પોતાનાં કામમાં વ્યસ્ત રહેવા લાગ્યાં. બંને જેમ બને તેમ એકબીજાની સામે આવવાનું ટાળતાં. મહાશિવરાત્રીની આગલી રાતે બધાં મોડાં સુધી જાગતાં હતાં. બધી તૈયારીઓ કરીને દામિનીબેન અને રાજુભાઈ પોતાનાં
  • Read Free
અનંત સફરનાં સાથી - 13
૧૩.મદદગાર આકાશ શ્યામ, શુભમ અને શિવાંશ ત્રણેય આખી રાત ટેરેસ ઉપર જ બેસી રહ્યાં. શિવાંશે અભિનવની મદદથી બધાં જાણીતાં પોલીસ ઓફિસરોને જાણ કરીને રાધિકાને શોધવાં માટે લગાવી દીધાં હતાં. લગભગ બનારસની અડધી પોલીસ ફોર્સ રાધિકાને શોધી રહી હતી. એક ...Read Moreપસાર થઈ ગઈ હતી. છતાંય રાધિકાનો કોઈ પત્તો ન હતો લાગ્યો. હવે તો પોલીસને પણ કંઈક અજુગતું ઘટવાની સંભાવના લાગી રહી હતી. સવારનાં પાંચ વાગ્યે શિવાંશ નીચે જઈ રહ્યો હતો. ત્યારે ટેરેસની સીડીઓ પર જ તેને તન્વી મળી ગઈ. એ બહું ડરેલી જણાતી હતી. તો શિવાંશે પૂછ્યું, "શું થયું?? રાહી ક્યાં?? તે સૂતી છે કે..." શિવાંશ આગળ કંઈ બોલે એ
  • Read Free
અનંત સફરનાં સાથી - 14
૧૪.વિશ્વાસ નામે વિશ્વાસઘાત બનારસ રોહિતનુ ફાર્મ હાઉસ સમય સાંજના: ૦૬:૦૦ એસીપી જયસિંહ ચૌહાણ તેની ટીમ સહિત બધાંની સાથે રોહિતના ફાર્મ હાઉસ પર પહોંચી ગયાં હતાં. એસીપી ના આદેશથી બધાં ઓફિસરો અને કોન્સ્ટેબલોએ ફાર્મ હાઉસને ચારે તરફથી ઘેરી લીધું હતું. ...Read Moreજાને કા કોઈ દૂસરા રાસ્તા હૈં??" એસીપી એ ફાર્મ હાઉસનાં મુખ્ય ગેટ સામે ઉભાં રહીને રોહિતને પૂછ્યું. "હાં, પીછે ગાર્ડન મેં સે અંદર જા શકતે હૈં." રોહિતે કહ્યું. એસીપી આગળ અને બાકી બધાં તેની પાછળ ગાર્ડનના રસ્તે આગળ વધ્યાં. પાછળ એક મોટો કાચનો દરવાજો બનેલો હતો. બધાં ત્યાં પહોંચ્યાં. ત્યાં જ બધાંની આંખો પહોળી થઈ ગઈ. રોહિત અને શુભમને સૌથી
  • Read Free
અનંત સફરનાં સાથી - 15
૧૫.મનની મુંઝવણ "આપણે મળવાં છતાં નાં મળી શક્યાં. મને માફ કરી દેજે. આપણાં પ્રેમની રાહમાં આટલાં બધાં અવરોધો હશે. એવી જાણકારી મને ન હતી. નહીંતર હું તને ક્યારેય હું શિવ છું. એવું જણાવતો જ નહીં." એક સફેદ શર્ટમાં સજ્જ ...Read Moreરાહીના બંને હાથ પકડીને તેને કહી રહ્યો હતો. રાહી તેનો ચહેરો જોઈ શકતી ન હતી. પણ તેનાં સ્પર્શનો અહેસાસ અનુભવી શકતી હતી. "તને શોધવાં મેં કેટલાંય સંઘર્ષ કર્યા છે. તને શોધવાં માટે હું મારાં મમ્મી-પપ્પા સામે ખોટું બોલીને બનારસ સુધી આવી પહોંચી. મને થયું મહાદેવ પણ આપણું મિલન ઈચ્છે છે. હવે જ્યારે આપણે મળી ગયાં છીએ. તો તું આવી વાતો
  • Read Free
અનંત સફરનાં સાથી - 16
૧૬.વિજેતા સવારે નવ વાગ્યે બધાં હોલમાં બેઠાં હતાં. માત્ર રાહી જ દેખાતી ન હતી. રાત્રે મોડી ઉંઘ આવવાથી એ હજું પણ સૂતી હતી. શિવાંશની નજર સીડીઓ પર જ મંડાયેલી હતી. તન્વી અને રાધિકા શિવાંશની એવી હાલત જોઈને મનોમન ખુશ ...Read Moreરહી હતી. "હવે દીદુને જગાડું. આપણે કોમ્પિટિશનમાં ક્યારે પહોંચવાનું છે. એ પણ આપણને ખબર નથી." રાધિકાએ અચાનક જ ઉભાં થતાં કહ્યું. "થોડીવાર સૂવા દે ને. આમ પણ આજે તેને બહું કામ કરવાનું થાશે. મોડાં સુધી જાગવાનું પણ થાશે." દામિનીબેને રાધિકાને રોકતાં કહ્યું. ત્યાં જ સીડીઓ ઉતરી રહેલી રાહી પર શ્યામની નજર પડી. "લ્યો, રાહી દીદી પણ આવી ગયાં. હવે તેમને
  • Read Free
અનંત સફરનાં સાથી - 17
૧૭.અદભૂત મિલન કોમ્પિટિશન પૂરું થતાં જ રાહી જેવી રાધિકા પાસે ગઈ. રાધિકા તો તેને ગળે જ વળગી ગઈ. દામિનીબેન અને રાજુભાઈનાં આશીર્વાદ લીધાં પછી રાહી તન્વીને ગળે મળી. "કોન્ગ્રેચ્યુલેશન, આખરે તમે જીતી જ ગયાં." શ્યામ અને શુભમે રાહીને અભિનંદન ...Read Moreરાહી બધાંને મળીને શિવાંશ સામે જોવાં લાગી. પણ એ કંઈ નાં બોલ્યો. અખિલેશ ચતુર્વેદીએ જે કર્યું. એ વાત જાણ્યાં વગર તેને ચેન પડવાનું ન હતું. તેણે કંઈ જાણ્યાં વગર જ રાહીનો સાથ તો આપ્યો હતો. પણ એ હકીકતથી હજુયે અજાણ હતો. કોમ્પિટિશન પૂરું થતાં જ બધાં લોકો જવાં લાગ્યાં. રાહી પણ પોતાની મોડેલ્સનો આભાર વ્યક્ત કરીને કપડાં ચેન્જ કરીને આવી ગઈ.
  • Read Free
અનંત સફરનાં સાથી - 18
૧૮.જુદાઈની પળો શિવાંશ અને રાહી એકબીજાની બાહોમાં ખોવાઈને ઉભાં હતાં. ત્યારે જ રાધિકા, શ્યામ, તન્વી અને શુભમ તે બંનેની પાસે આવ્યાં. ચારેયના ચહેરાં પર શિવાંશ અને રાહીનાં મિલનની ખુશી નજર આવી રહી હતી. "હવે ઘરે જઈએ?? આન્ટીને કંઈ કહીને ...Read Moreઆવ્યાં. તો એ પરેશાન થતાં હશે." અચાનક જ રાધિકાએ કહ્યું. તો શિવાંશ અને રાહી એક ખચકાટ અનુભવતાં દૂર થયાં. શિવાંશ અને રાહીનાં ચહેરાનો ઉડેલો રંગ જોઈને રાધિકા, શ્યામ, તન્વી અને શુભમ હસવા લાગ્યાં. "આમ દાંત બતાવવાનું બંધ કર. તારો સમય આવશે ત્યારે તને પણ જોઈ લઈશ." રાહીએ રાધિકાનાં ખંભે ટપલી મારતાં કહ્યું. "હું તો એ જ ક્ષણની રાહ જોઈ રહી
  • Read Free
અનંત સફરનાં સાથી - 19
૧૯.બદલતી આદતો એક દિવસ અને અગિયાર કલાકનાં સફર પછી આખરે બધાં અમદાવાદ પહોંચી ગયાં. તન્વી રેલ્વે સ્ટેશન પરથી જ તેનાં ઘરે જવા નીકળી ગઈ. તેનાં પપ્પાએ માટે મુંબઈથી કાર મોકલી આપી હતી. શ્યામ પણ પોતાની ઘરે જવા નીકળી ...Read Moreત્યાં સુધીમાં રચના અને કાર્તિક પણ આવી ગયાં. "કેવી રહી બનારસની સફર??" રચનાએ આવતાંની સાથે જ રાહીને ભેટીને પૂછ્યું. "અત્યાર સુધીની સૌથી યાદગાર સફર હતી. આટલાં દિવસોમાં જ જાણે આંખી જીંદગી જીવી લીધી." રચનાનાં સવાલનો રાહીના બદલે રાધિકાએ જવાબ આપ્યો. તેને એટલી ખુશ જોઈને રચનાને થોડી હેરાની થઈ. "આને શું થયું છે?? આ કેમ આટલી ખુશ છે??" રચનાએ રાહીનાં કાનમાં ધીરેથી
  • Read Free
અનંત સફરનાં સાથી - 20
૨૦.ખુલાસો બનારસ પોલીસ સ્ટેશન સમય: રાતનાં ૧૦:૦૦ જ્યાં રાહી શિવાંશનો ફોન બંધ આવવાથી અમદાવાદમાં પરેશાન થઈ રહી હતી. ત્યાં શિવાંશ જેલમાં બંધ હતો. શુભમ પોલીસ કમિશનર સાહેબ સાથે વાત કરી રહ્યો હતો. પોલીસે શિવાંશને ગિરફ્તાર કરી લીધો હતો. ...Read Moreસાહેબ આપ સમજને કી કોશિશ કિજિયે. માના કી શિવાંશ ને અખિલેશ ચતુર્વેદી કો જાન સે મારને કી ધમકી દી થી. યે બાત આપકો કોમ્પિટિશન કે હી એક પાર્ટીસિપેટર ને બતાયી હૈં. લેકિન શિવાંશ ને ઉનકા મર્ડર નહીં કિયા હૈ." શુભમ કમિશનર સાહેબને સમજાવી રહ્યો હતો. "લેકિન તુમ ભી તો સમજને કી કોશિશ કરો. અખિલેશ ચતુર્વેદી કા જીસ હોટેલ મેં મર્ડર હુઆ.
  • Read Free
અનંત સફરનાં સાથી - 21
૨૧.શિક્ષણ રાધિકા શ્યામનાં ગયાં પછી રશ્મિ સાથે ક્લાસમાં ગઈ. પણ આજ તેનું લેક્ચરમાં ધ્યાન જ ન હતું. તેનાં કાનમાં શ્યામનાં શબ્દો જ ગુંજી રહ્યાં હતાં. બંને વચ્ચે પ્રેમની કૂંપળ ફૂટી ગઈ હતી. જેને જાહેર કરવાં શબ્દોની જરૂર ન હતી. ...Read Moreલાગણીઓ જ કાફી હતી. "હેય, કોનાં વિચારોમાં ખોવાઈ ગઈ??" રાધિકાને વિચારોમાં ખોવાયેલી જોઈને રશ્મિએ તેને કોણી મારીને પૂછ્યું. "શ્યામમમ..." રાધિકા એક સ્મિત સાથે બોલી ઉઠી. તેનાં ચહેરાં પરનું સ્મિત જોઈને તો રશ્મિ પણ જાણે ખુશ થઈ ગઈ. રાધિકા જેવી જીદ્દી અને લડાકૂ છોકરીને પણ ક્યારેક પ્રેમ થઈ જાશે. એવું રશ્મિએ વિચાર્યું ન હતું. પણ આજે એવું બની ગયું હતું. એ
  • Read Free
અનંત સફરનાં સાથી - 22
૨૨.નવી કહાની નવો અંત વહેલી સવારે રાહી અને રાધિકા ઉઠીને હોલમાં બેઠી હતી. રોજ બધાંની પાછળ ઉઠવાવાળી બંને બહેનો આજે બધાંની પહેલાં ઉઠી ગઈ હતી. એ જોઈને ગૌરીબેન, મહાદેવભાઈ અને દાદીમા બધાંને આશ્ચર્ય થયું. "આજે ફરી કંઈક ખેલ થશે." ...Read Moreવિચારતાં દાદીમા રાહી અને રાધિકા પાસે આવ્યાં. "તમે બધાં ઉઠી ગયાં. ચાલો, હવે બધાં અહીં બેસો. અમારે તમને બધાંને કંઈક કહેવાનું છે." રાધિકાએ સોફા પરથી ઉભાં થઈને કહ્યું. "પણ અત્યારમાં..." ગૌરીબેન બોલવાં ગયાં. ત્યાં જ મહાદેવભાઈએ તેમને વચ્ચે જ અટકાવતાં કહ્યું, "હવે તેમણે નક્કી કરી જ લીધું છે, કે અત્યારે જ વાત કરશે. તો પહેલાં તેમની વાત સાંભળી લઈએ. પછી
  • Read Free
અનંત સફરનાં સાથી - 23
૨૩.નવી પહેલ રાહી સવારે ઉઠીને બુટિક પર પહોંચીને સ્કુલ માટેનાં કામની તૈયારીમાં લાગી ગઈ હતી. આજે ફરી સોમવાર હતો. પણ રાહીને કોઈ સપનું આવ્યું ન હતું. હવે કદાચ તેની જરૂર પણ ન હતી. રાહીની શોધ પૂરી થઈ ગઈ હતી. ...Read Moreતેની કોલેજ પર ધ્યાન આપી રહી હતી. રાહી બુટિક પર પહોંચી એટલે રચના પણ તેને સ્કુલ માટેનાં નવાં નવાં આઈડિયા આપવા આવી પહોંચી. "રાહી, સ્કુલ માટે એક-બે જગ્યા જોઈ છે. તું પણ જરાં ચેક કરી લે તો કંઈક ખ્યાલ આવે." રચનાએ લેપટોપ પર જગ્યાનાં ફોટોગ્રાફ્સ બતાવતાં કહ્યું. પણ, રાહીનું ધ્યાન તો બીજે જ હતું. એ મોબાઈલમાં આવેલો એક મેસેજ જોઈ
  • Read Free
અનંત સફરનાં સાથી - 24
૨૪.એની જ ઈંતેજારી હોળીનાં દિવસે સવારે ગૌરીબેન હોલિકાદહનની તૈયારીમાં લાગ્યાં હતાં. ગૌરીબેનની ઘરે મોટાં પાયે હોલિકા દહનની પૂજા થતી. તો આજુબાજુનાં વિસ્તારમાં રહેતાં લોકો અહીં જ પૂજા કરવા આવતાં. તો તૈયારી પણ વધું પ્રમાણમાં કરવી પડતી. રાધિકા અને રાહી ...Read Moreઉઠીને નાસ્તો કરીને ગૌરીબેનની મદદમાં લાગી ગઈ હતી. ગૌરીબેન કિચનમાં કંઈક લેવાં જતાં હતાં. ત્યાં જ તેમનાં કાને અવાજ પડ્યો, "તમે બિલકુલ ચિંતા નાં કરો. તમે બસ એકવાર ઘરે આવી જાઓ. બાકી બધું હું સંભાળી લઈશ." મહાદેવભાઈ કોઈ સાથે કોલ પર વાત કરી રહ્યાં હતાં. તેમની વાતો સાંભળીને ગૌરીબેનનો ચહેરો થોડો ઉદાસ થઈ ગયો. "મમ્મી, શું થયું?" અચાનક જ રાહીએ
  • Read Free
અનંત સફરનાં સાથી - 25
૨૫.રંગ કે જંગ?ધૂળેટીની સવારે અમદાવાદ કેટલાંય અલગ-અલગ રંગોએ રંગાવા લાગ્યું હતું. એ સમયે રાહી હજું પણ સૂતી હતી. પણ તેનો ચહેરો તો કોઈએ પહેલેથી જ રંગી દીધો હતો. રાહી આઠ વાગ્યે આળસ મરડતી ઉભી થઈ. ત્યાં જ તેની નજર ...Read Moreસામે રહેલાં અરિસામાં ગઈ. "આઆઆઆઆ...." અરિસામાં પોતાનો ચહેરો જોતાંની સાથે જ રાહી ચિલ્લાઈ ઉઠી. તે અરિસા નજીક જઈને તેમાં પોતાનો ચહેરો જોવાં લાગી. જેનાં પર કોઈ નાનું બાળક ડ્રોઈંગ નાં કરતાં આવડતી હોવાં છતાં ડ્રોઈંગ કરે, અને માત્ર લીટા જ તાણી શકે. એવી રીતે રાહીનાં ચહેરાં પર ત્રણ-ચાર રંગોથી લાઈનો બનાવવામાં આવી હતી. જાણે કોઈ કોરાં કાગળ પર જુદા-જુદા રંગોનાં છાંટણા
  • Read Free
અનંત સફરનાં સાથી - 26
૨૬.એક તું જ સહારો રાહીએ સુવાની કોશિશ કરી. પણ ઉંઘ નાં આવી. રાધિકા મોડી રાત્રે રાહી સુતી કે નહીં, એ જોઈ ગઈ. ત્યારે રાહીએ પોતે સૂઈ ગઈ છે. એવું નાટક કરી લીધું. જ્યારે રાહી રડીને જાગતી પોતાનાં આંસુઓથી ઓશિકું ...Read Moreરહી હતી. દુનિયાની એક હકીકત એ પણ છે. જેવું વિચારીએ એવું કદી થતું નથી. જે દરેક વ્યક્તિએ સ્વીકારવું પડે છે. સવારે આર્યન રાહી માટે નાસ્તો લઈને તેનાં રૂમમાં જ આવી પહોંચ્યો. રાહી રાત્રે સૂતી જ ન હતી. એ વહેલી જ તૈયાર થઈને પોતાનાં રૂમની વિંડો પાસે બેસી ગઈ હતી. બહાર ઉડતાં પક્ષીઓને જોઈ રહી હતી. "હેય, ચલ નાસ્તો કરી લે‌."
  • Read Free
અનંત સફરનાં સાથી - 27
૨૭.તેની જ યાદો રાહીનાં ગયાં પછી મહાદેવભાઈ પણ પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. ગૌરીબેન પણ તેમની પાછળ પાછળ આવ્યાં. આજે તેઓ દીકરી માટે પૂરાં લડી લેવાનાં મૂડમાં હતાં. તે જઈને મહાદેવભાઈ સામે ઉભાં રહી ગયાં. મહાદેવભાઈએ તેમની સામે જોયું. ગૌરીબેન ...Read Moreપણ ઢીલાં પડ્યાં વગર મહાદેવભાઈ સામે જોઈ રહ્યાં. તેમની આંખોમાં આજે મમતાની સાથે એક હિંમત પણ મહાદેવભાઈને નજર આવી. "રાહીની બાબતે તમારે પણ કંઈ કહેવું હોય તો કહી દો." લગ્ન જીવનનાં ત્રીસ વર્ષ એક સાથે વિતાવ્યાં પછી ગૌરીબેન ક્યાં સમયે ક્યાં ટોપિક પર ચર્ચા કરવા માંગતા હશે? એ મહાદેવભાઈ આજે પણ જાણી ગયાં. "આ બધું તમે શું આદર્યું છે?" ગૌરીબેને
  • Read Free
અનંત સફરનાં સાથી - 28
૨૮.જીદ્દ શિવમનાં પરિવારનાં ગયાં પછી નીલકંઠ વિલામાં એક ખુશીની લહેર દોડી ગઈ. છતાંય રાહીનાં મનનાં ખૂણે હજું પણ શિવાંશનાં વિચારો ચાલી રહ્યાં હતાં. ત્યાં જ રાધિકાએ તેનાં હાથમાં અમુક પેપર્સ પકડાવી દીધાં. રાહી એ પેપર્સ જોઈ રહી. નજર કાગળો ...Read Moreફરી રહી હતી. પણ મન તો બીજે જ અટવાયું હતું. રાધિકાને એમ હતું, કે રાહી પેપર્સ વાંચી રહી છે. પણ રાહી તો માત્ર એ પેપર્સ કોઈ જોવાલાયક વસ્તુ હોય એમ જોઈ રહી હતી. વાંચવાની વાત તો દૂર રહી. એ પેપર્સ તેને કોણે આપ્યાં? એ પણ રાહીને ખબર ન હતી. "સ્કુલની જમીન માટેનાં પેપર્સ છે." રાધિકાએ ડાઇનિંગ પર ફ્રુટની ટોકરીમાં પડેલું
  • Read Free
અનંત સફરનાં સાથી - 29
૨૯.મુશ્કેલ ઘડી મુંબઈનાં રાશિ સાડી એમ્પોરિયમની અંદર સારી એવી ભીડ જામી હતી. દુકાનની અંદર સાડીઓનો ઢગલો પડ્યો હતો. જેને બધી સ્ત્રીઓ ઘેરીને બેઠી હતી. જેમાં થોડીઘણી છોકરીઓ પણ હતી. સમયાંતરે દાઢી ન થવાથી પ્રમાણમાં વધીને ઘાટી થયેલી દાઢીવાળો છોકરો ...Read Moreબધી સ્ત્રીઓને સાડીઓ બતાવીને તેની ક્વોલિટી જણાવી રહ્યો હતો. બધી સ્ત્રીઓ અને છોકરીઓ સાડી કરતાં વધારે એ છોકરાંને જોઈ રહી હતી. બ્લેક શર્ટ અને બ્લૂ લોફર જીન્સ પહેરેલો એ છોકરો જોતાં જ કોઈનાં પણ દિલમાં વસી જાય એવું વ્યક્તિત્વ ધરાવતો હતો. તેની કથ્થઈ રંગની આંખો અને જમણાં આઈબ્રોની ઉપર રહેલું તલ બધાંને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું હતું. એમાંય તેની
  • Read Free
અનંત સફરનાં સાથી - 30
૩૦.કહાનીની અંદરની કહાની રાહી હોસ્પિટલનાં બેડ પર સૂતી હતી. રાતનાં સાડા નવ થઈ ગયાં હતાં. રાધિકા રાહીનાં બેડ પાસે જ સ્ટૂલ પર બેઠી હતી. શ્યામ તેની પાસે ઉભો હતો. બહાર લોબીમાં રહેલી બેન્ચ પર ગૌરીબેન બેઠાં હતાં. આર્યન લોબીમાં ...Read Moreતેમ ચક્કર લગાવી રહ્યો હતો. મહાદેવભાઈ હજું સુધી આવ્યાં ન હતાં. તે ક્યાં ગયાં છે? એ પણ કોઈને ખબર ન હતી. તે કોઈને જણાવ્યાં વગર જ નીકળી ગયાં હતાં. "તારાં અંકલ ક્યાં ગયાં છે? બેટા." ગૌરીબેને આખી લોબીમાં નજર કરીને પૂછ્યું. "કંઈ કહીને નથી ગયાં." લોબીમાં ચક્કર લગાવી રહેલાં આર્યને ગૌરીબેન સામે ઉભાં રહીને કહ્યું. પછી તે ફરી ચાલવા ગયો.
  • Read Free
અનંત સફરનાં સાથી - 31
૩૧.નિયતિનો ખેલ "શિવાંશ! રિપોર્ટ આવી ગયો છે." ડોક્ટરે આવીને કહ્યું. તેમનાં અવાજથી શિવાંશ અને રાહી એક વર્ષ પહેલાંની સફર કરીને ફરી વર્તમાનમાં પરત ફર્યા. "ડોક્ટર! બસ પાંચ મિનિટ આપો." રાહીએ પોતાનો ડાબો હાથ ઉંચો કરીને ચાર આંગળીઓ સહિત અંગૂઠો ...Read Moreઈશારો કરીને કહ્યું. ડોક્ટર ડોકું ધુણાવીને જતાં રહ્યાં. "તો તારાં નાના-નાની અને મારાં પપ્પાની બધી કહાની સાંભળ્યાં પછી તે શું નિર્ણય કર્યો? અત્યાર સુધી તું ક્યાં હતો?" ડોક્ટરનાં જતાંની સાથે જ રાહીએ શિવાંશ તરફ જોઈને પૂછયું. "તારાં પપ્પાએ જેમ શરત મૂકી. એમ જ કરવાનો મેં નિર્ણય કરી લીધો હતો." કહેતાં શિવાંશે રાહીનો હાથ પકડી લીધો, "મેં નાનીને એ ઘર ખાલી
  • Read Free
અનંત સફરનાં સાથી - 32
૩૨.નવા પાત્રની દસ્તક ઓપરેશન થિયેટરની લાઈટ બંધ થતાં જ ડોક્ટર બહાર આવ્યાં. આર્યન અને શિવાંશ ડોક્ટરની બંને તરફ ઉભાં રહી ગયાં. સામેની તરફ લોબીમાં રાહીનો આખો પરિવાર પણ ડોક્ટર પર જ નજર કરીને ઉભો હતો. બધાંને ડોક્ટર શું કહેશે? ...Read Moreજાણવાની ઉતાવળ હતી. જે ડોક્ટર સમજી શકતાં હતાં. અમદાવાદ અને મુંબઈ બંનેનાં ડોક્ટર એકબીજા સામે જોઈ રહ્યાં. સસ્પેન્સ વધી રહ્યું હતું. હવે પૂછવા સિવાય આરો ન હતો. "રાહીને કેમ છે?" આખરે શિવાંશે પૂછ્યું. "હજું બેહોશ છે." મુંબઈનાં ડો.શેટ્ટીએ કહ્યું, "સર્જરી સક્સેસફુલ રહી છે. હવે હોશમાં નાં આવે ત્યાં સુધી કંઈ કહી નાં શકાય." બંને ડોક્ટરનાં ચહેરાં પર ખુશીની લહેર દોડી
  • Read Free
અનંત સફરનાં સાથી - 33
૩૩.ભૂતકાળની ઝલક "હેય, ચુપચાપ કેમ ચાલ્યે જાય છે? કંઈક તો બોલ." આર્યનનાં અવાજે આયશાને ફરી વર્તમાનમાં લાવી દીધી. એ આયશા વિશે વધું જાણવાં માંગતો હતો. જેમ મુંબઈથી અમદાવાદ આવેલી આયશા આવી તો હતી રાહીને મળવાં પણ આર્યનને જોઈને તેને ...Read Moreરસ પડવા લાગ્યો. એમ આર્યન પણ ક્યાંક ને ક્યાંક આયશા તરફ આકર્ષિત થયો હતો. જેનું એક કારણ તો આયશાની વાતો હતી. એ અત્યારે છે એવી પહેલાં ન હતી. મતલબ તેની સાથે એવું કંઈક થયું હતું. જેણે આયશાને આવી બનવા મજબૂર કરી હતી. આર્યનનો અવાજ સાંભળીને આયશાએ આર્યન તરફ જોયું. ત્યાં જ તેનો ફોન વાયબ્રન્ટ થયો. આયશાએ ફોનની સ્ક્રીન પર 'પપ્પા'
  • Read Free
અનંત સફરનાં સાથી - 34
૩૪.રમત સવારનાં નવ વાગ્યે ડોક્ટર રાહીનો ચેકઅપ કરીને બહાર આવ્યાં. બધાનાં ચહેરાં પર ડોક્ટર શું કહેશે? એ વાતની મુંઝવણ સ્પષ્ટ રીતે વાંચી શકાતી હતી. પ્રવિણભાઈની જીદ્દનાં કારણે શ્યામ એ બંનેને અને પોતાનાં મમ્મી-પપ્પાને પણ હોસ્પિટલ લઈ આવ્યો હતો. બધાં ...Read Moreઘેરીને ઉભાં રહી ગયાં. "રાહી હોશમાં આવી ગઈ છે." ડોક્ટરે સ્મિત સાથે કહ્યું. શિવાંશ એ સાંભળીને દરવાજા તરફ ભાગ્યો. "એક મિનિટ...તમારે અને રાહીને મળ્યાને કેટલો ટાઈમ થયો?" ડોક્ટરે સવાલનું તીર છોડ્યું. જેણે શિવાંશને તરત ઘાયલ કરી દીધો. "એક વર્ષમાં બસ એક મુલાકાત....એક અઠવાડિયા જેવું સાથે રહ્યાં." શિવાંશે જવાબ આપ્યો. "તો હું કહીશ કે તમે પહેલાં રાહીને નાં મળો તો સારું
  • Read Free
અનંત સફરનાં સાથી - 35
૩૫.ખુશીઓની લહેર પન્નાલાલ હોટેલ રૂમમાં ડીનર કરી રહ્યાં હતાં. તેમણે પોતાની ચાલ મુજબ એક કદમ આગળ વધારી દીધું હતું. હવે બસ બીજું કદમ આગળ વધારવા માટે તેમને એક નવી જાણકારીની જરૂર હતી. જેમની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. ...Read Moreસમયે જ તેમનાં ફોનની રિંગ વાગી. તેમનાં પત્નીનો ફોન આવી રહ્યો હતો. તે પણ પન્નાલાલ અહીં શું કરી રહ્યાં છે? એ જાણવાં આતુર હતાં. જો કે કામ નાં થાય. ત્યાં સુધી પત્નીને કોઈ વાત નાં કરવી એવું વિચારીને મુંબઈથી નીકળેલાં પન્નાલાલે પત્નીનો ફોન નાં ઉપાડ્યો."માલિક! આપણાં માણસો ખબર લઈને આવ્યાં છે." નાગજીએ આવીને કહ્યું. પન્નાલાલનાં ચહેરાં પર ખબર જાણ્યાં પહેલાં જ
  • Read Free
અનંત સફરનાં સાથી - 36
૩૬.નવી શરૂઆત શિવાંશ અને આર્યન એકબીજાને જોતાં ઉભાં હતાં. આયશા શિવાંશની હાલત સમજી શકતી હતી. છેલ્લાં એક વર્ષમાં તેણે શિવાંશની નાનામાં નાની વાત જાણી લીધી હતી પણ શિવાંશને પોતાની એટલી મોટી વાત જણાવી ન હતી. આયશાએ શિવાંશનાં ખંભે હાથ ...Read Moreકહ્યું, "સોરી! મેં આટલી મોટી વાત તને જણાવતાં પહેલાં આર્યનને જણાવી દીધી." એણે પોતાનાં કાન પકડી લીધાં, "ખબર નહીં કેમ પણ હું તને મળવા માટેથી જ તને આ વાત જણાવી રહી ન હતી. કારણ કે મને પૂરી ખાતરી હતી કે તું વાત નહીં જાણે ત્યાં સુધી જ મને મળીશ. પછી કદાચ તું મને નહીં મળે." એણે આર્યન સામે જોયું, "આર્યનની
  • Read Free
અનંત સફરનાં સાથી - 37
૩૭.પ્રેમની પરીક્ષા થોડીવારમાં રાહી અને શિવાંશ બંને એક સાથે જ હેવમોર આઈસ્ક્રીમ પાર્લર પર પહોંચી ગયાં. રાહી નજર નીચી કરીને અંદર આવી ગઈ. શિવાંશનાં ચહેરાં પર તેનાં ગાલ સુધી ખેંચાયેલી લાંબી સ્માઈલ જોઈને રાધિકા બધું સમજી ગઈ. રાહી જઈને ...Read Moreપાસે બેસી ગઈ. રાધિકા ઉભી થઈને શિવાંશ પાસે ગઈ. એણે શિવાંશને કોણી મારીને પૂછ્યું, "બધું સેટ છે બોસ." શિવાંશે માત્ર તેની સામે આંખો કાઢી. રાધિકા તરત જઈને શ્યામ પાસે બેસી ગઈ. રચનાએ બધાં માટે આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો. એને પણ રાધિકાએ બોલાવી હતી. આઈસ્ક્રીમ ખાતાં ખાતાં એ રાહી સાથે બુટિકને લઈને થોડીઘણી ડિસ્કસ કરવાં લાગી. વચ્ચે વચ્ચે એ શિવાંશ તરફ નજર
  • Read Free
અનંત સફરનાં સાથી - 38
૩૮.એક ખોટો નિર્ણય રાહીનાં એ રીતે શિવાંશ સામે જોવાથી શિવાંશ એની પાસે આવ્યો. રાહી ફોન ઉપાડવાને બદલે શિવાંશ સામે જોઈ રહી હતી. આયશા એ બધું કિચનમાંથી જોઈ રહી હતી. એ દોડીને બહાર આવી. એણે તરત જ ફોન ઉપાડીને કાને ...Read Moreજોઈને પણ શિવાંશ સાથે સંબંધ જોડવા તૈયાર થઈ ગઈ. થોડી ઉલટતપાસ કરવી જોઈતી હતી." સામે છેડેથી એક ભારે ભરખમ અવાજ આયશાનાં કાને પડ્યો. એ પછી એનાં મોંઢેથી એક જ બોલ ફૂટ્યો, "નાગજી અંકલ!" ત્યાં સુધીમાં તો સામે છેડેથી ફોન કપાઈ ગયો હતો."શું બોલી તું?" શિવાંશે આયશાનાં બંને ખંભા હચમચાવીને પૂછ્યું. આયશા કોઈ જવાબ આપ્યાં વગર જ ગેસ્ટ રૂમમાં જતી રહી. એણે
  • Read Free
અનંત સફરનાં સાથી - 39
૩૯.ઢળતાં સુર્યની સંગાથે અમુક પ્રેમની ક્ષણો આજે આર્યનને ડિસ્ચાર્જ મળી ગયું હતું. બધાં એને ઘરે લઈ જવાની તૈયારી કરી રહ્યાં હતાં. શિવાંશ બધી ફોર્માલીટિ પૂરી કરીને આવ્યો એટલે રાધિકા અને આયશા શિવાંશને લઈને બહાર આવી. શિવાંશ ડ્રાઈવર સીટ પર ...Read Moreરાધિકા એની બાજુની સીટમાં બેઠી અને આયશા આર્યન સાથે પાછળ બેઠી. શિવાંશની ગાડી અમદાવાદની પાક્કી સડક પર દોડવા લાગી. થોડીવારમાં બધાં ઘરે પહોંચી ગયાં. ગૌરીબેને આર્યનની નજર ઉતારીને એને ઘરમાં આવકાર્યો. મહાદેવભાઈએ આર્યન સાથે જે થયું એ છુપાવીને એનાં પરિવારને રાહી અને શિવાંશની સગાઈનો આમંત્રણ આપતો ફોન કરીને અમેરિકાથી અમદાવાદ આવવાં જાણ કરી દીધી હતી. આયશા આર્યનને એનાં રૂમમાં આરામ
  • Read Free
અનંત સફરનાં સાથી - 40
૪૦.સગાઈરવિવારની સાંજે નીલકંઠ વિલાને શણગારવા માટે ડેકોરેશન કરનારની આખી ટીમ આવી ગઈ હતી. ઋષભ અને શુભમ બધાંને બધું સમજાવી રહ્યાં હતાં. એ મુજબ ટીમના લોકો ઘરને સજાવી રહ્યાં હતાં. બધાં મહેમાનોને આમંત્રણ અપાઈ ગયું હતું. અંકિતા અને તન્વીએ રાધિકા ...Read Moreરાહીને અત્યારથી જ અલગ-અલગ ફેસપેક અને ક્રિમ લગાવવાનું શરૂ કરી દીધું હતું. અંકિતા રાહીને ફેસપેક લગાવીને નીચે ગઈ. એ સમયે જ શિવાંશ રાહીનાં રૂમમાં આવ્યો. દરવાજો ખુલવાના અવાજથી રાહી કાકડીનાં ટુકડાઓ પર હાથ રાખીને ઉભી થઈ. શિવાંશે રાહીનો ચહેરો જોઈને રાડ પાડી તો રાહીએ પોતાની આંખો પરથી કાકડીનાં ટુકડાઓ હટાવ્યા. "કોઈ ભૂત જોઈ લીધું કે શું?" રાહીએ જેવું પૂછ્યું એવો જ
  • Read Free
અનંત સફરનાં સાથી - 41
૪૧.ષડયંત્ર સવારે શિવાંશ પોતાનાં બેગ સાથે રાહીનાં રૂમમાં આવ્યો. રાહી બૂટિક પર જવાં તૈયાર થઈ રહી હતી. શિવાંશનાં હાથમાં બેગ જોઈને એ કાનમાં ઝુમખા પહેરતી પહેરતી શિવાંશ તરફ પલટી. એની આંખોમાં એક સવાલ હતો. એ જોઈને શિવાંશ બેગ મૂકીને ...Read Moreપાસે ગયો અને એનાં કાનમાં ઝૂમખાં પહેરાવવા લાગ્યો. "આ બેગ લઈને ક્યાં ચાલ્યાં?" રાહીએ ત્રાંસી નજરે શિવાંશ સામે જોઈને પૂછયું. "ઘણાં સમયથી અમદાવાદ છું. હવે તો ઋષભ પણ અહીં હતો. એટલે હવે ફરી બિઝનેસ સંભાળવા મુંબઈ જવું પડશે." શિવાંશે રાહીનો હાથ પોતાનાં હાથમાં લઈ લીધો, "લગ્નને થોડાં દિવસોની વાર હશે. ત્યારે અમદાવાદ આવી જઈશ‌." "જવું જરૂરી છે?" રાહીએ ઉદાસ ચહેરે
  • Read Free
અનંત સફરનાં સાથી - 42
૪૨.મોતનો ખેલ પન્નાલાલે આયશાનાં સવાલનો જવાબ આપ્યો. ત્યારે આયશા શાંત થઈ. એ પછી એ એકવાર પણ રડી નહીં. બધી વિધિ પૂરી થયાં પછી બધાં પુરુષો નાગજીની લાશને ખંભે ઉંચકીને સ્મશાને લઈ ગયાં. શિવાંશ અને આર્યન પણ સાથે ગયાં. આર્યન ...Read Moreસંભાળવા માટે જવાં માંગતો ન હતો. પણ આયશાએ નહીં રડવાનું વચન આપીને એને મોકલી દીધો. આયશા એનાં વચન પર ખરી ઉતરી. એ એકવાર પણ રડી નહીં. જ્યારે સોનાક્ષીબેનની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી. આખરે આયશાથી એમનું રડવાનું સહન નાં થતાં એણે સ્વાગત બંગલોની ઈંટો હલી જાય એટલી ઉંચી રાડ પાડી, "હવે રડવાનો સમય જાની પરિવારનો છે. આપણી ઘરેથી
  • Read Free
અનંત સફરનાં સાથી - 43
૪૩.સંતાકૂકડીની રમતલગ્નની તૈયારીઓમાં ક્યારે એક અઠવાડિયું પસાર થઈ ગયું? કોઈને ખબર પણ નાં પડી. આજે શિવાંશ એનાં પરિવાર સાથે અમદાવાદ આવી રહ્યો હતો. રાહી, રાધિકા, અને શ્યામ એને લેવાં એરપોર્ટ પર આવ્યાં હતાં. એરપોર્ટ પર પહોંચતાની સાથે જ શિવાંશનું ...Read Moreલેન્ડ થયું. એ એનાં પરિવાર સાથે બહાર આવ્યો. એની સાથે એક છોકરી હતી. જેનાં મોંઢા ફરતે દુપટ્ટો વીંટળાયેલો હતો. રાહીની નજર એ છોકરી પર જ હતી."દીદુ! આ છોકરી કોણ છે?" રાધિકાની નજર પણ એ છોકરી પર જતાં એણે રાહીને પૂછ્યું."શું તું પણ રાધુ! એ મોંઢા આગળથી દુપટ્ટો હટાવે તો ખબર પડે ને." રાહીએ પરેશાન અવાજે કહ્યું. રાધિકા હસીને તન્વી પાસે જતી
  • Read Free
અનંત સફરનાં સાથી - 44
૪૪.પવિત્ર બંધનસાંજે સંગીત અને મહેંદીની રસમ હોવાથી બધાં મહેમાનો આવવાં લાગ્યાં. ગૌરીબેન અને મહાદેવભાઈ બધાંની આગતાસ્વાગતામા લાગી ગયાં. રાધિકા રાહીને તૈયાર કરીને નીચે લાવી. આ રસમ બંને પરિવાર સાથે મળીને કરવાનાં હોવાથી શિવાંશ પણ એનાં પરિવાર સાથે પહોંચી ગયો. ...Read Moreએ સમયે ગાર્ડનમાં બનેલાં સ્ટેજ પર રહેલી ખુરશી પર બેઠી હતી. આખી નીલકંઠ વિલા નાની નાની લાઈટોની સિરીઝથી ચમકી રહી હતી. સંગીતની રસમ માટે મ્યુઝિક બેન્ડનાં લોકોને બોલાવવામાં આવ્યાં હતાં. એમણે ધીમું ધીમું સંગીત વગાડવાનું શરૂ પણ કરી દીધું હતું.શિવાંશ એકીટશે રાહીને જ જોઈ રહ્યો હતો. લીલાં કલરનાં લહેંગામાં સજ્જ રાહીએ ગળામાં લીલાં મોતી અને ડાયમંડ જડિત નેકલેસ પહેર્યો હતો.
  • Read Free
અનંત સફરનાં સાથી - (અંતિમ ભાગ)
૪૫.મિલન એક નવી શરૂઆત તરફનું પ્રયાણ રાહીએ વહેલી સવારે ઉઠીને જોયું તો શિવાંશની જગ્યા ખાલી હતી. રાહી તૈયાર થઈને નીચે આવી ગઈ. એણે નીચે આવીને જોયું તો કાન્તાબેન ઘરનાં મંદિરમાં પૂજા કરી રહ્યાં હતાં. એ જોઈને એને એનાં દાદી ...Read Moreઆવી ગયાં. એણે હૉલમાં સોફા પર બેઠેલા પ્રવિણભાઈ અને મલયભાઈનાં આશીર્વાદ લીધાં. ત્યાં જ ગાયત્રીબેન કિચનમાંથી ચા લઈને આવ્યાં. રાહીએ એમનાં પણ આશીર્વાદ લીધાં. ગાયત્રીબેને બધાંને ચા આપી. કાન્તાબેન એમની પૂજા કરીને આવ્યાં. પછી એમણે પણ ચા ગ્રહણ કરી. રાહીએ એમનાં આશીર્વાદ લીધાં તો એમણે રાહીને પોતાની પાસે બેસાડી લીધી. "શિવાંશ ક્યાંય દેખાતો નથી ક્યાં ગયો?" મલયભાઈએ આમતેમ નજર દોડાવતાં
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Fiction Stories | Sujal B. Patel Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023
  • Best Novels of April 2023
  • Best Novels of May 2023
  • Best Novels of June 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Sujal B. Patel

Sujal B. Patel Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.