અનંત સફરનાં સાથી - 13

(28)
  • 4.3k
  • 2
  • 1.4k

૧૩.મદદગાર આકાશ શ્યામ, શુભમ અને શિવાંશ ત્રણેય આખી રાત ટેરેસ ઉપર જ બેસી રહ્યાં. શિવાંશે અભિનવની મદદથી બધાં જાણીતાં પોલીસ ઓફિસરોને જાણ કરીને રાધિકાને શોધવાં માટે લગાવી દીધાં હતાં. લગભગ બનારસની અડધી પોલીસ ફોર્સ રાધિકાને શોધી રહી હતી. એક રાત પસાર થઈ ગઈ હતી. છતાંય રાધિકાનો કોઈ પત્તો ન હતો લાગ્યો. હવે તો પોલીસને પણ કંઈક અજુગતું ઘટવાની સંભાવના લાગી રહી હતી. સવારનાં પાંચ વાગ્યે શિવાંશ નીચે જઈ રહ્યો હતો. ત્યારે ટેરેસની સીડીઓ પર જ તેને તન્વી મળી ગઈ. એ બહું ડરેલી જણાતી હતી. તો શિવાંશે પૂછ્યું, "શું થયું?? રાહી ક્યાં?? તે સૂતી છે કે..." શિવાંશ આગળ કંઈ બોલે એ