અનંત સફરનાં સાથી - 19

(27)
  • 3k
  • 2
  • 1.4k

૧૯.બદલતી આદતો એક દિવસ અને અગિયાર કલાકનાં સફર પછી આખરે બધાં અમદાવાદ પહોંચી ગયાં. તન્વી રેલ્વે સ્ટેશન પરથી જ તેનાં ઘરે જવા નીકળી ગઈ. તેનાં પપ્પાએ માટે મુંબઈથી કાર મોકલી આપી હતી. શ્યામ પણ પોતાની ઘરે જવા નીકળી ગયો. ત્યાં સુધીમાં રચના અને કાર્તિક પણ આવી ગયાં. "કેવી રહી બનારસની સફર??" રચનાએ આવતાંની સાથે જ રાહીને ભેટીને પૂછ્યું. "અત્યાર સુધીની સૌથી યાદગાર સફર હતી. આટલાં દિવસોમાં જ જાણે આંખી જીંદગી જીવી લીધી." રચનાનાં સવાલનો રાહીના બદલે રાધિકાએ જવાબ આપ્યો. તેને એટલી ખુશ જોઈને રચનાને થોડી હેરાની થઈ. "આને શું થયું છે?? આ કેમ આટલી ખુશ છે??" રચનાએ રાહીનાં કાનમાં ધીરેથી