અહંકાર - 25

(81)
  • 5.1k
  • 4
  • 2.4k

અહંકાર – 25 લેખક – મેર મેહુલ જયપાલસિંહે ઑફિસ રૂમની બહાર નીકળીને દિપક મારફત બે દંડા અને દોરી મંગાવી હતી. ત્યારબાદ બંને ઇન્કવાઇરી રૂમમાં પહોંચ્યા હતા. અન્ય ચાર કૉન્સ્ટબલોની મદદથી જય અને શિવનાં પગ બાંધીને બંનેને જુદા જુદા ટેબલ પર ઊંધા સુવરાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ બંને હાથ પાછળ કમર પર લાવીને બાંધી દેવામાં આવ્યાં હતાં. “હજી તમારી પાસે સમય છે, જેણે હાર્દિકનું મર્ડર કર્યું છે એ કબૂલ કરી લો નહીંતર હું મારવાનું શરૂ કરીશ તો અટકીશ નહિ” જયપાલસિંહે ચેતવણી આપતાં કહ્યું. “સર, અમારા વિરુદ્ધ એવા પુરાવા પણ નથી અને અમે મર્ડર પણ નથી કર્યું તો અમને શા માટે આવી